“માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી રોકડા રૂ. ૭૩,૯૦૦/- સહિત કુલ્લે રૂ. ૯૪,૯૦૦/- ના મુદામાલ સાથે જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ, પશ્ચિમ કચ્છ ભુજ”


શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ i/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓ દ્વારા જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ ઇન્સ્પેકટરશ્રી એસ.એન.ચુડાસમા સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી ટી.બી.રબારી સાહેબનાઓએ જુગારની બદી નેસ્ત નાબૂદ કરવા માટે લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફને સુચના આપેલ હતી. દરમ્યાન એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા, સુરજભાઇ વેગડા, રાજેન્દ્રસિંહ રાઠોડ, રણજીતસિંહ જાડેજા તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ટ્વીકલબેન વેકરીયા તથા વર્ષાબેન ગાગલનાઓ માધાપર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા તથા રાજેન્દ્રસિંહ રાઠોડનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, મોહન પાચા ચાડ રહે.આહીરવાસ, ઢોરી, તા.ભુજવાળો ઢોરી ગામની દક્ષિણ બાજુએ આવેલ સીમ વિસ્તારમાં આવેલ ખેતરના સેઢા પાસે આવેલ ખુલ્લી જગ્યામાં બહારથી ખેલીઓ બોલાવી જુગાર રમી રમાડે છે અને તેઓની આ ગેરકાયદેસર પ્રવૃતિ હાલે ચાલુમાં છે જેથી પોલીસ સ્ટાફના માણસો દ્વારા તુરત જ વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઇ રેડ કરતા નીચે મુજબના ઇસમોને ધાણીપાસા વડે રૂપિયા-પૈસાની હારજીતનો જુગાર રમતા નીચેની વિગતે મુદ્દામાલ સાથે પકડી પાડેલ છે.
- પકડાયેલ ઇસમો :-
- મોહન ઉર્ફે મનજી પાંચા ચાડ(આહીર) રહે.ચબુતરાની પાસે, આહીરવાસ, ઢોરી, તા.ભુજ
- સવાભાઇ સુરાભાઇ મકવાણા (ભરવાડ) રહે. કૃષ્ણ મંદીરની પાછળ, હીરપર, ભુજ
- દીનેશ રમેશ ડાંગર(વાલમીકી રહે. લોટસ કોલોની, ભુજ મુળ રહે. ઓલાદર તા. કુભલગઢ, રાજસ્થાન
- પ્રેમજી લખુ મહેશ્વરી ઉ.વ.૩૮ રહે. હનુમાન મંદીરની બાજુમાં, હરીપર, ભુજ
- કુલસુમબેન વા/ઓ કાસમ સાલેમામદ છરેચા રહે. રાજેન્દ્રનગર, કેમ્પ એરીયા .ભુજ
►- સુંદરબા વા/ઓ પથુભા વંકાજી સોઢા, રહે. મેઇન નાકા વાળી શેરી, મીરઝાપર તા.ભુજ મુળ રહે. ઝુરા તા.ભુજ
- કબ્જે કરેલ મુદામાલ
- રોકડા રૂપીયા – રૂા.૭૩,૯૦૦/-
- ગંજીપાના નંગ-પર કી.રૂા.00/-
- મોબાઈલ ફોન નંગ-૦૬, કી.રૂ.૨૧,૦૦0/-
એમ કુલ કી.રૂા.૯૪,૯૦૦/- ના મુદામાલ સાથે ઉપરોકત પકડાયેલ ઇસમો વિરૂધ્ધ માધાપર પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા મુજબ ગુનો રજીસ્ટર કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.