રસલીયા ગામના હાલના સરપંચે રસલીયા ગામે અંદાજિત ૪૦ વર્ષ અગાઉ દાતા દ્વારા બનાવવામાં આવેલ નાકું અને ચબુતરો ગેરકાયદેસર રીતે તોડી તેના કાટમાળના નાણાં ઉચાપત કરી કૌભાંડ આચરતા બાબત આવેદન પત્ર અપાયું
૧) ઉપરોકત વિષય અન્વયે સવિનય જણાવવાનુંકે, અમો અરજદાર એક જાગૃત નાગરીક અને સામાજિક કાર્યકર છીએ. વર્ષોથી રસલીયા ગામે રહી સમાજસેવાની પ્રવૃતિ કરીએ છીએ.
(૨) કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના રસલીયા ગામે અંદાજિત ૪૦ વર્ષ અગાઉ દાતા દ્વારા રસલીયા બસ સ્ટેશન પાસે એક નાકું અને તેના ઉપર ચબુતરો બનાવીને ગામલોકો અને ગ્રામ પંચાયતને અર્પણ કરેલ છે. ત્યારથી તે બસ સ્ટેશન પાસેનું ચબુતરા સહિતનું નાકું અડીખમ ઉભું હતું.
(૩) પરંતુ થોડા દિવસ અગાઉ રસલીયા ગામના હાલના સરપંચે કોઈ પણ અધિકારી કે સબંધિત માર્ગ અને મકાન શાખાના ઈજનેરશ્રીઓની પરવાનગી કે પંચાયતના ઉપરી અધિકારીશ્રીઓ તે જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી કે ગ્રામ પંચાયતમાં આ ચબુતરા સહિતનું નાકું તોડવા બાબતનો કોઈ ઠરાવ કર્યા વિના, હાલના સરપંચે પોતાના અંગત સ્વાર્થ ખાતર પોતાના સરપંચના હોદાનો દુરૂપયોગ કરી કોઈ અધિકારીઓની શેહ-શરમ વિના, પરવાનગી વિના ઉપરોકત ચબુતરા સહિતનું નાકું ગેરકાયદેસર રીતે તોડી તેના કાટમાળના અંદાજિત રૂ।. ૨૭,૦૦૦/- ના નાણાંની ઉચાપત કરી કૌભાંડ આચરેલ છે અને તે નાણાંનો પોતાના અંગત ઉપયોગમાં વપરાશ કરીને ગુજરાત પંચાયત એકટની જોગવાઈઓનો સરેઆમ ભંગ કરેલ છે અને ભ્રષ્ટાચાર આચરેલ છે.
(૪) ઉપરોકત ચબુતરા સહિતનું નાકું તોડવા સબબ અમો અજરદારે માહિતી અધિકાર કાયદા હેઠળ તા. ૨૩/૯/૨૦૨૪ ના રોજ માહિતી માંગતા શ્રી રસલીયા ગ્રામ પંચાયત કચેરી તરફથી તા. ૩/૧૦/૨૪ વાળાથી માહિતી આપવામાં આવેલ છે, જેમાં આ નાકું તોડવા બાબતે પંચાયતમાં કોઈ ઠરાવ કરવામાં આવેલ નથી, કોઈ સબંધિત અધિકારીશ્રીઓની પરવાનગી મેળવવામાં આવેલ નથી, નાયબ કાર્યપાલક ઈજનેરશ્રીનું નાકું જર્જરીત હોવાનું કે તે નાકું તોડી પાડવા અંગેનું કોઈ પ્રમાણપત્ર મેળવવામાં આવેલ નથી. તેવી લેખિતમાં માહિતી મળેલ છે. ચબુતરા સહિતના નાકાંના ફોટોગ્રાફસ, માહિતી અધિકાર કાયદા હેઠળ કરેલ અરજી અને તે તળે મળેલ માહિતીની નકલ આ સાથે રજુ રાખેલ છે.
(૫) આમ, ઉપરોકત વિગતે હાલના સરપંચ પોતાના હોદાનો દુરૂપયોગ કરી, પોતાની મનમાની કરી, પોતાના અંગત સ્વાર્થ ખાતર સરકારી નાણાંનો અને સત્તાનો સતત દુરૂપયોગ કરી રહયા છે.
(૬) સરપંચશ્રીના આવા બેજવાબદારી ભર્યા વલણ અંગે તાલુકા વિકાસ અધિકારીશ્રીને અવાર-નવાર જાણ કરવામાં આવેલ હોવા છતાં તાલુકા વિકાસ અધિકારશ્રી, તાલુકા પંચાયત આંખ આડા કાન કરીને આવા ભ્રષ્ટાચારી સરપંચને છાવરી રહી છે અને પ્રજાનો, દાતાઓનો પૈસો વેડફી રહયા છે. જાહેરહિતમાં પ્રજાનો જે પૈસો વાપરવો જોઈએ તેને બદલે આવા ભ્રષ્ટાચારી કર્મચારી, સરપંચ પોતાના અંગત સ્વાર્થમાં વાપરીને ભ્રષ્ટાચાર કરી રહયા છે.
(૭) જેથી રસલીયા ગામના સરપંચ વિરૂધ્ધ ઉપરોકત બસ સ્ટેશન પાસે આવેલ ચબુતરા સહિતનું નાકું કોઈની પરવાનગી વિના, પોતાની મનમાની કરીને તોડી પાડતા અને તેનાં કાટમાળ અંગે પણ કોઈ ટેન્ડર પ્રક્રિયા કર્યા વિના પોતાની રીતે પોતાના અંગત સ્વાર્થ ખાતર રૂ/.૨૭,૦૦૦/- નો કાટમાળ પરબારે વેચી નાણાંકિય ઉચાપત અને સરકારી નાણાંનો ભ્રષ્ટાચાર આચર્યા હોવાની ફરિયાદ રસલીયાના હાલના સરપંચ અને તેના મળતિયાઓ વિરૂધ્ધ ફોજદારી ફરિયાદ દાખલ કરી અને ગુજરાત પંચાયત એકટની જોગવાઈઓ મુજબ સરપંચને તેના પદ પરથી તાત્કાલિક દૂર કરવા મારી નમ્ર અરજ સહ વિનંતી છે.
રસલીયા-કચ્છ
તા. ૨૩/૧૦/૨૦૨૪
(જુવાનસિંહ જીલુભા જાડેજા) અરજદાર મો. ૯૮૨૫૯ ૮૮૮૩૦
નકલ જાણ તેમજ યોગ્ય થવા રવાના :-
(૧) કલેકટરશ્રી, કચ્છ
(૨) નાયબ કલેકટરશ્રી, નખત્રાણા
(૩) તાલુકા વિકાસ અધિકારીશ્રી, નખત્રાણા
(૪) પોલીસ ઈન્સ્પેકટશ્રી, લાંચ-રૂશ્વત વિરોધી બ્યૂરો, ભુજ-કચ્છ
(૫) મીડિયા/પ્રેસ પ્રતિનિધિઓ તરફ જાણ તેમજ પ્રસિધ્ધિ કરવા સારું.