ચકચારી હનીટ્રેપ કેસની આરોપી મહિલા વકીલ જેલના હવાલે
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, ચકચારી બનેલા માધાપર હનીટ્રેપ કેસની આરોપી મહિલા વકીલ એવી કોમલ જેઠવાને જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલે કરી દેવામાં આવેલ છે. વધુમાં જાણવા મળી રહ્યું કશે કે, ચકચારી હનીટ્રેપ કેસમાં લાંબા સમયથી નાસતી આરોપી મહિલા વકીલ કોમલ જેઠવાની ધરપકડ બાદ તેના રિમાન્ડ પૂર્ણ થતાં નખત્રાણા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આરોપીએ જામીન અરજી કરતાં કોર્ટે જામીન નામંજૂર કરી તેને જ્યુડિશિયલ કસ્ટડી જેલ હવાલે કરવા હુકમ જાહેર કરવામાં આવેલ હતો.