તંત્રમાં રહીને ભ્રષ્ટાચાર આચરતા ઉચ્ચ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, દિવાળી બાદ છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. ભ્રષ્ટ્રાચારની વાતને લઈ અધિકારીઓને નિવૃત કરાયા છે .હાલ સુધી રાજયમાં કુલ 25 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત અપાય છે તેમજ નિવૃત્તિ બાદ તમામ અધિકારીઓ સામે ખાતાકીય તપાસ ચાલુ રાખવામા આવી છે. જાણવા મળી રહ્યું છે કે, રાજ્ય સરકાર દ્વારા તંત્રમાં રહીને ભ્રષ્ટાચાર આચરતા ઉચ્ચ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ ચલાવવામાં આવી રહ્યું છે. જેમાં પદ પર રહીને ગેરરીતિ ભ્રષ્ટાચારને કારણે સમગ્ર વહીવટી તંત્ર બદનામ કરનાર અધિકારોને ઘર ભેગા કરી દેવામાં આવેલ છે તેના ભાગરૂપે ગત દિવસે મોડી સાંજે આઇ.ટી.આઈ ના બે આચાર્યને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. ભિલોડા ના પ્રિન્સિપાલ ભરતકુમાર રાવલ અને સુરતના પ્રિન્સિપાલ હસમુખ કાકડીયાને ગઈકાલે મોડી સાંજે ફરજિયાત નિવૃત્તિના આદેશ શ્રમ રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે વધુમાં જાણવા મળી રહ્યું છે કે, આ બંને સામે અગાઉ ગંભીર પ્રકારની ફરિયાદો થઈ ચૂકી છે અને ખાતાકીય તપાસ બાદ તેમને સસ્પેન્શન હેઠળ રાખવામાં આવ્યા હતા. આ બંને આઈ.ટી.આઈના આચાર્યો સામે ગેરરીતિની તપાસ ચાલી રહી છે અને બંનેને અપરિપક્વ નિવૃત કરવાનો નિર્ણય જાહેર કરી દેવાયો છે ખાતાકીય તપાસ અને ન્યાય તેમજ ફોજદારી કાર્યવાહી દરમિયાન બંનેને ફરજિયાત નિવૃત્ત જાહેરનામું પ્રસિદ્ધ કરીને કરવામાં આવ્યા છે.જેટેલા પણ અધિકારીઓને સરકાર ફરજિયાત નિવૃત કરી દેવામાં આવેલ છે.