નવ માસ પૂર્વે પ્રાગપર ચોકડી નજીક મૂળ બિહારના 31 વર્ષીય યુવાનને માર્ગ અકસ્માતમાં કચડનાર આરોપી ઝડપાયો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે નવ માસ પૂર્વે પ્રાગપર ચોકડી નજીક અજાણ્યા વાહનચાલકે મૂળ બિહારના 31 વર્ષીય યુવાનને કચડી મોતને ઘાટ ઉતાર્યા હોવાના પ્રકરણમાં સામેલ આરોપી શખ્સને ઝડપી પાડવામાં આવેલ છે. આ અંગે જાણવા મળી રહ્યું છે કે, પ્રાગપર પોલીસની તપાસ દરમ્યાન આ અજાણ્યા વાહન ટ્રેઇલરનો ચાલક આરોપી મિતલેશકુમાર મોહન રાય નામનો શખ્સ હોવાનું સામે આવ્યું હતું. આ દરમ્યાન પ્રાગપર પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે નવ માસ પૂર્વે થયેલ અકસ્માતમાં સામેલ આરોપી શખ્સ હાલમાં ખેમા બાબા હોટલ-પ્રાગપર ખાતે હાજર છે. મળેલ બાતમીના આધારે પોલીસે તપાસ હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી આરોપી શખ્સને પકડાઈ લઈ તેને પૂછતાછ કરવામાં આવતા તેને સર્વે હકીકત સ્વીકારી હતી. આ મામલે આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.