દારૂડિયાઓ દારૂની હેરાફેરી કરવા શોધી રહ્યા છે નવા પેંતરા : બસ મારફતે પહોંચાડવામાં આવી રહ્યો છે દારૂ

copy image

copy image

સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, રાપર ખાતે આવેલ આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે એક ખાનગી બસમાં સવાર મુસાફર પાસેથી પોલીસે અંગ્રેજી શરાબનો જથ્થો નીકળી પડતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ  આડેસર પોલીસ વહેલી પરોઢે પોલીસ વાહનોની તપાસ કરી રહી હતી તે દરમ્યાન, બિકાનેરથી રાજકોટ  રૂટની એમ.આર. ટ્રાવેલ્સની બસ આવેલ હતી જે બસને પોલીસે રોકાવી હતી અને તેની તપાસ હાથ ધરવામાં આવેલ હતી. જાણવા મળી રહયું છે કે હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન રાજસ્થાનના એક મુસાફરના થેલામાંથી દારૂ મળી આવેલ હતો.પોલીસે આ શખ્સની અટક કરી તેને દારૂ ક્યાથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે સહિતની આગળની વધુ તપાસ હાથ ધરી છે.