અંજાર ખાતે આવેલ સાપેડામાં બંધ મકાનના તાળાં તોડી 45 હજારની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો થયા ફરાર

copy image

copy image

  અંજાર ખાતે આવેલ સાપેડામાં બંધ મકાનના તાળાં તોડી 45 હજારની તસ્કરી થતાં ભારે ચકચાર પ્રસરી છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર તાલુકના સાપેડા ગામમાં આવેલ ગૌશાળા નજીક મહેશ્વરીવાસમાં રહેનાર લક્ષ્મણ જખરા બળગા (મહેશ્વરી)ના બંધ ઘરમાં તસ્કરોએ હાથ સાફ કર્યો હતો. નોંધાવેલ ફરિયાદ અનુસાર ફરિયાદી યુવાન અને તેમનો પરિવાર ગત તા. 3/11ના રણુજા દર્શન કરવા ગયેલ હતા. આ પરિવારજનો ગાંધીધામથી ટ્રેનમાં બેસી રણુજા જઇ ગત દિવસે સવારે પરત આવીને જોતાં તેમના બંધ મકાનનાં તાળાં તૂટેલ હાલતમાં જોવા મળ્યા હતા. ઘર ખોલીને તપાસ કરતાં સોના ચાંદીના દાગીના સહિત કુલ કુલ રૂા. 45,000ની મત્તા પર હાથ સાફ કરી ચોર ઈશમો ફરાર થઈ ગયા હતા. આ મામલે પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.