19 કરોડની ઠગાઈના ચકચારી કેસના મુખ્ય સૂત્રધાર પોલીસની ગિરફ્તમાં

copy image

copy image

19 કરોડની ઠગાઈના ચકચારી કેસના મુખ્ય સૂત્રધારને ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો જણાવી રહ્યા છે, લોકોને લાલચ આપી તેમના બેન્ક ખાતાં ખોલાવી તેમાં છેતરપિંડીથી રકમ જમા કરાવી કઢાવી રૂા. 19,19,92,405ના ઠગાઈના પ્રકરણના બે મુખ્ય સૂત્રધારને પોલીસે પોતાની ગિરફ્ત્મા લઈ લીધા છે. પકડાયેલ આરોપી શખ્સોના આદિપુરના  ગુનામાં રિમાન્ડ મેળવાયા બાદ આજે ગાંધીધામના કેસમાં ધરપકડ કરાઈ હતી.  ગાંધીધામમાં રહેતા ચિરાગ સાધુ દ્વારા ઠગાઇના આ બનાવ અંગે અગાઉ ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી, જેમાં અમુક આરોપી ઝડપાયા હતા, જ્યારે તેના મુખ્ય સૂત્રધાર પકડામાં આવેલ ન હતા. વધુમાં જાણવા મળી રહ્યું છે કે,  પકડાયેલ આરોપી ઈશમોએ 80થી  વધારે બેન્ક ખાતાં ખોલાવી તેમાં છેતરપિંડી કરેલ રકમ જમા કરાવી હતી. જે અંગે કુલ 33 ઓનલાઇન છેતરપિંડીની ફરિયાદો જુદા-જુદા રાજ્યોમાં દર્જ થઈ હતી. સૂત્રોનું કહેવું છે, દેશભરમાં ષડયંત્ર ચલાવનાર રાજ દીપક ધનવાણી નામનો શખ્સ દુબઇ નાસી ગયો હતો. તે દુબઇથી પરત ભારત આવવાની ફિરાકમાં હતો.તે દરમ્યાન તેને મુંબઇ એરપોર્ટ ઝડપી લેવામાં આવેલ છે. આ મામલે આગળની તપાસ જારી છે.