લાખાપરમાં પકડાયેલ ખાતરની ગાડીના પ્રકરણમાં બે શખ્સ વિરુદ્ધ ફરિયાદ
અંજાર ખાતે આવેલ લાખાપરમાં ખેડૂતોએ પકડી પાડેલ નીમ કોટેડ યુરિયા ખાતરનાં કેસમાં બે શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા. 14/10ના લાખાપર ગામમાં ખેડૂતોએ ખાતરની બોરીઓ ભરેલ એક બોલેરો ગાડી પકડી પાડી હતી. બાદમાં આ બોલેરો તથા તેના ચાલકને પોલીસ મથકે લઇ જવામાં આવેલ હતા, જ્યાં ખેતીવાડી અધિકારી એવા આ બનાવના ફરિયાદી ચંદુલાલ જગાજી માળીએ પકડાયેલી 80 બોરીઓ પૈકીની બોરીઓમાંથી નમૂના લીધા હતા. સૂત્રો જણાવી રહ્યા છે કે આ પ્રકરણમાં આ બોલેરો ભચાઉના ચંદ્રેશ પ્રભુલાલ ઠક્કરની હોવાનું સામે આવ્યું છે. ઉપરાંત ખાતર ગુણાતીતપુરના જાડેજા ફાર્મમાંથી ભરવામાં આવેલ હતું.વધુમાં જાણવા મળી રહ્યું છે કે આ મામલે ભચાઉના પ્રકાશ પટેલે ગાડીની વરધી આપેલ હતી અને ગાડી ભીમાસર પહોંચે ત્યારે ફોન કરવા જણાવ્યું હતું.