ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરી દેવાતા ફરિયાદ
ગાંધીધામ ખાતે આવેલ નવી સુંદરપુરી વિસ્તારમાં સામાન્ય બાબતે યુવાન પર છરી વડે હુમલો કરી દેવામાં આવતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગાંધીધામ શહેરની નવી સુંદરપુરી ગણેશનગર વિસ્તારમાં રહી ભંગારનો વ્યવસાય કરનાર ફરિયાદી હરેશ મમુ ભાનુશાળી નામનો યુવાન ગત તા. 6/11ના કામ અર્થે ધોબીઘાટ બાજુ જઈ રહ્યો હતો, તે દરમ્યાન સામેથી આવી રહેલ આરોપી શખ્સે ફરિયાદીને ગુસ્સાથી જોતા ફરિયાદીએ ગુસ્સાથી જોવાની ના પાડી હતી ત્યારે ઉશ્કેરાઈ ગયેલા આરોપી શખ્સે છરી કાઢી ફરિયાદી યુવાનના પેટમાં ઘા કરી દીધો હતો. જેથી ઇજાગ્રસ્ત ફરિયાદી યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. આરોપી શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.