મચ્છુનગર વિસ્તા૨માં થયેલ રાત્રી ધરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી સોનાના દાગીના સાથે એક આરોપીને પકડી પાડતી ગાંધીધામ “બી” ડીવીઝન પોલીસ

મહે.પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડીયા સાહેબ સ૨હદી રેન્જ-ભુજ તથા પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમા૨ સાહેબનાઓ તરફથી મિલ્કત સબંધી બનતા ગુના અટકાવવા સારૂ તથા આવા વણશોધાયેલ ગુનાઓ શોધવા સારૂ જરૂરી સુચના આપેલ હોય અને એક દિવસ અગાઉ ગાંધીધામ મચ્છુનગર વિસ્તારમાં આવેલ બંધ મકાનમાં કોઈ અજાણ્યા ચોર ઈશમ દ્વારા રાત્રી દરમ્યાન દરવાજો તોડી ઘરમાં રહેલ કબાટમાંથી સોનાના દાગીના જેની કિ.રૂ. ૬,૬૪,૦૦૦/- ની ચોરી કરી લઇ ગયેલ હોય જે બાબતે નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી અંજાર વિભાગ નાઓ તરફથી સત્વરે આ ગુનાના આરોપીને શોધી કાઢવા સારૂ જરૂરી માર્ગદર્શન મળતા પોલીસ ઇન્સપેકટર એસ.વી.ગોજીયા નાઓ દ્વારા આ બાબતે અલગ- અલગ ટીમો બનાવી ગુનાનો ભેદ ઉકેલવા જણાવેલ હોય જેની તપાસ અનવ્યે સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા અને ટેકનિકલસોર્સ આધારે આ ચોરીને અંજામ આપનાર આરોપીને ખારીરોહર ગામ ખાતે થી પકડી પાડી તેની પાસેથી ચોરીમાં ગયેલ તમામે તમામ ૧૦૦% મુદામાલ રીકવર કરી થયેલ રાત્રી ઘરફોડ ચોરીનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખી પકડાયેલ ચોર આરોપી વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરવામા આવેલ છે.

:: શોધાયેલ ગુનાની વિગત ::

→ ગાંધીધામ બી ડીવીઝન પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૭૨૪૧૫૦૧/૨૦૨૪ બી.એન.એસ.કલમ-૩૦૫,૩૩૧(૩),(૪) મુજબ

પકડાયેલ આરોપી ::

યુનુસ ઉર્ફે મોન્ટી કાસમ નિગામણા ઉ.વ. 33 રહે- ખારીરોહર તા-ગાંધીધામ

:: કબ્જે કરેલ મુદામાલ ::

(૧) એક સોનાનો હાર વજન ૯૫.૪૨૦ ગ્રામ કિ.રૂ. ૩,૫૦,000/-

(૨) એક સોનાનો મઘ નો હાર ચેન સાથે વજન ૫૪.૦૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૦,000/-

(3) એક સોનાની ચેન વજન ૨૯.૯૦૦ ગ્રામ કિ.રૂ. ૧,૭૩,000/-

(૪) એક સોનાની વિંટી વજન ૧.૫૭૦ ગ્રામ કિ.રૂ. ૧૫,૦૦૦/-

(૫) સોનાનો કુકરવો (ઠોરીયા) જોડ-૧ વજન ૪.૦૨૦ ગ્રામ કિ.રૂ. ૨૫,૦૦૦/-

(૬) એક ચાંદિનુ કડુ વજન ૧૦૩.૭૫૦ ગ્રામ કિ.રૂ. ૧,૦૦૦/-