જામનગર રાજકોટ હાઈવે અજાણ્યા વાહન ચાલકે 48 વર્ષીય આધેડને હડફેટમાં આધેડ ઘાયલ

accident

copy image

copy image

જામનગર રાજકોટ હાઈવે અજાણ્યા વાહન ચાલકે 48 વર્ષીય આધેડને હડફેટમાં લઈ ઇજાઓ પહોંચાડી હતી. જે મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે રાજકોટના ગોંડલ રોડ પર રહેતા રણજીતભાઈ કરશનભાઈ પરમાર દ્વારા ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ અનુસાર ઇકો કારના ચાલકે પોતાની ઇકો કાર પુરઝડપે ચલાવી જામનગર રાજકોટ હાઈવે પર નાયરા પેટ્રોલ પંપ નજીક ફરિયાદીને હડફેટે લેતા શરીરે ઈજા પહોંચાડી હતી. આ મામલે પોલીસે ઈકો ગાડીના ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.