રાજકોટના છાપરા ગામે ધો.11ના વિદ્યાર્થીએ આપઘાત કર્યાના ગુનામાં શાળાના આચાર્યની ધરપકડ : બે શિક્ષિકા ફરાર
copy image

રાજકોટના છાપરા ગામે ધો.11ના વિદ્યાર્થીએ આપઘાત કર્યાના ગુનામાં મોટાવડા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યની અટક કરવામાં આવેલ છે આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તા.19 ઓક્ટોબરના રોજ રાજકોટ ખાતે આવેલ લોધીકા તાલુકાના છાપરા ગામે ધોરણ 11માં અભ્યાસ કરતા 16 વર્ષીય વિદ્યાર્થી ધ્રુવીલ ભરતભાઈ વરુએ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.જાણવા મળી રહ્યું છે કે, મૃતકે લખેલી સ્યુસાઈડ નોટ અને મોબાઈલમાં ઉતારેલ વીડિયો મળતા ધો.11નો છાત્ર ધ્રુવીલ ઘરેથી – પેપર લખીને આવી ચોરી કરતો હોવાનો આક્ષેપ શિક્ષકોએ મૂકી તેને પોલીસમાં પકડાવી દેવાની ધમકી આપતા ડરી ગયો હોવાનું સામે આવ્યું હતું. તે કારણે મૃતકે આ પગલું ભર્યું હતું. જેથી મૃતકના પિતા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. વીડિયો અને સ્યુસાઈડ નોટમાં મૃતકે તેના શિક્ષકોનો ઉલ્લેખ કરી તેમના ત્રાસથી આ પગલું ભરું છું તેવું જણાવ્યું હતું.જાણવા મળી રહ્યું છે કે આ બનાવના 21માં દિવસે બાતમી આધારે આચર્યને ઝડપી પાડવામાં આવેલ છે. જોકે, બે મહિલા શિક્ષિકા હજુ પણ પોલીસ પકડથી દૂર છે.