અંજાર ટાઉન વિસ્તારમાં થયેલ બે મો.સા. ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીને મુદ્દામાલ સાથે શોધી કાઢતી અંજાર પોલીસ

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજારનાઓની સૂચના અને માર્ગદર્શન આધારે મિલકત સંબંધી (વાહન ચોરીના) ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોઈ

જે અન્વયે શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સ્પેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓની સૂચના આધારે સ્ટાફના માણસો અંજાર પો.સ્ટે વિસ્તારમાં ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન હ્યુમન સોર્સીસ આધારે આરોપીને ચોરીમાં ગયેલ મો.સા.-૦૨ સાથે પકડી પાડી ત્રણ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પકડાયેલ આરોપી :-

(૧) જગદીશભાઈ જયરામભાઈ પ્રજાપતી ઉ.વ.૪૦ રહે.પ્રજાપતી છાત્રાલય અંજાર

(૨) નટવ૨ભાઈ વજાભાઈ બોરીચા ઉ.વ.30 રહે, જી.આઈ.ડી.સી.અંજાર

(3) નારણભાઈ પુજાભાઈ દાફડા ઉ.વ.૩૦ રહે, જી.આઈ.ડી.સી.અંજાર

શોધાયેલ ગુનો:-

(૧) અંજાર પો.સ્ટે. ગુ.૨.નં. ૧૧૯૯૩૦૦૩૨૪૧૩૮૦/૨૦૨૪ બી.એન.એસ. કલમ- 303(२)

(૨) અંજાર પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૩૮૧/૨૦૨૪ બી.એન.એસ. કલમ- 303(२)

કબ્જે કરેલ મુદ્દામાલ :- (એમ કુલ્લે મુદામાલ.-૬૦, ૦૦૦/-)

(૧) હિરો હોન્ડા મો.સા. જેનો રજીસ્ટર નંબર GJ-12-C.A-5912 જેની કિ.રૂ.30,000/-

(૨) હિરો હોન્ડા મો.સા. જેનો રજીસ્ટર નંબર GJ-12-C.L-3145 જેની કિ.રૂ.30,000/-

આરોપીનો ગુનાહીત ઇતીહાસ:-

જગદીશ જયરામ પ્રજાપતિ

(૧) અંજાર પો.સ્ટે ગુ.૨.નં.૧૧૯૯૩00૩૨૪૦૨૯૭/૨૦૨૪ ઈ.પી.કો કલમ-૩૮૦ ૪૫૪ ૪૫૭ મુજબ

(૨) આદીપુર પો.સ્ટે ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૨૨૪૦૩૮૨૨૦૨૪ બી.એન.એસ.કલમ- 303(૨)મુજબ

આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના શ્રી એ.આર.ગોહીલ પોલીસ ઇન્સપેક્ટર તથા શ્રી જે.એચ.ચુડાસમા તથા શ્રી જી.ડી.ગઢવી પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા અંજાર પોલીસ સ્ટાફના માણસો સાથે રહી કામગીરી કરેલ છે.