“પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તીઓ માંથી કુલ ૪૨ વ્યક્તીઓને શોધી કાઢતી પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ “
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજનાઓ દ્વારા પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તીઓને શોધી કાઢવા માટે સુચના આપવામાં આવેલ.
જે સુચના અનુસંધાને શ્રી વિકાસ સુંડા સાહેબ 1/c પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ- ભુજનાઓના સીધા માર્ગદર્શન હેઠળ પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓને તાત્કાલિક અસરથી શોધી કાઢવા માટે મીસીંગ સ્કોડની રચના કરવામાં આવેલ જે મીસીંગ સ્કોડની ટીમમાં ગુમ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા માટે પશ્ચિમ કચ્છ જીલ્લાના પ્રો.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી ડી.પી.ચુડાસમા સાહેબ, પ્રો.પોલીસ સબ ઇન્સ્પેક્ટરશ્રી આર.જે.ગોહિલ સાહેબ, એ.એસ.આઇ. નરેન્દ્રસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, એ.એસ.આઇ. રૂદ્રસિંહ પ્રભાતસિંહ જાડેજા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ અરવીંદભાઇ પુરોહિતનાઓની રચના કરવામાં આવેલ હતી.
ઉપરોક્ત પશ્ચિમ કચ્છ જીલ્લામાં ગુમ થયેલ વ્યક્તિઓ પૈકી કુલ સંખ્યા ૬૯ જેટલી પેન્ડીગ ગુમનોંધ અરજીઓની મીસીંગ સ્કોડની ટીમને તા.૦૪/૧૧/૨૦૨૪ થી ૧૧/૧૧/૨૦૨૪ સુધી શોધી કાઢી નીકાલ કરવા માટે સુચના આપવામાં આવેલ હતી. જે સુચના અનુસંધાને મીસીંગ સ્કોડની ટીમ તથા લોકલ પોલીસ દ્વારા આ ડ્રાઇવ દરમ્યાન ગુમ થયેલ વ્યક્તિઓ પૈકી કુલ ૪૨ વ્યક્તિઓને અલગ અલગ રાજ્ય તથા જીલ્લાઓમાંથી શોધી કાઢી અરજીઓનો તાત્કાલિક અસરથી નિકાલ કરવામાં આવેલ છે. સુચના અનુસંધાને ટીમ દ્વારા લોકલ પોલીસની મદદ લઇને તા.૦૪/૧૧/૨૦૨૪ થી ૧૧/૧૧/૨૦૨૪ દરમ્યાન કરેલ કામગીરી નીચે મુજબ છે.
કરેલ કામગીરીની વિગત