પહાડી વિસ્તારામાં હુમલો કરનાર આતંકીઓને જડબાંતોડ જવાબ : મણિપુરમાં હુમલો કરનાર 11 કુકી આતંકવાદીઓને કરાયા ઠાર

copy image

copy image

 સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, મણિપુરમાં ગત દિવસે એટલે કે સોમવારે મોટી સફળતા મેળવતાં સુરક્ષા દળોએ 11 કૂકી આતંકવાદીઓને ઠાર માર્યા છે. જાણવા મળી રહ્યું છે આ ઉગ્રવાદીઓએ   જિરીબામના બારોબેકરા સ્થિત સીઆરપીએફ કેમ્પ પર હુમલો કરી દીધો હતો. સીઆરપીએફના જવાનોએ જડબાંતોડ જવાબ આપતાં 11 ઉગ્રવાદીને ઠાર કરી દીધા છે. સામસામાં ઘર્ષણમાં એક જવાન ઘાયલ થયો હતો. માર્યા ગયેલા કૂકી આતંકવાદીઓ પાસેથી ચાર એસએલઆર, ત્રણ એકે-47, એક ગ્રેનેડ સહિત મોતની સામગ્રી હસ્તગત કરવામાં હતી. હકીકતમાં સોમવારની સવારે કૂકી આતંકવાદીઓએ કિસાનો પર લગાતાર ત્રીજા દિવસે હુમલો કરી દેતા એક કિસાન ઘાયલ થયો હતો.બાદમાં સુરક્ષા દળો તરત જ ધસી ગયા હતા અને પહાડી વિસ્તારામાં હુમલો કરનાર આતંકીઓને જડબાંતોડ જવાબ આપતાં ગોળીબાર કર્યો હતો. જ્યાં સી.આર.પી.એફ.ની છાવણી ઊભી કરવામાં આવી છે. તે જિરીબામના પોલીસ સ્ટેશન પર તાજા દિવસો દરમ્યાન અનેકવાર હુમલો થઈ ચૂક્યો છે. વધુમાં માહિતી મળી રહી છે કે, જિરીબામ પોલીસ સ્ટેશન તેમજ સીઆરપીએફ કેમ્પ પર નિશાન સાધતાં કૂકી આતંકવાદીઓએ હુમલો કરી દીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વિસ્ફોટકો અને આધુનિક શત્રોથી સજ્જ આતંકવાદીઓ સૈનિકો જેવા પોષાકમાં આવ્યા હતા. પોલીસ સ્ટેશન પર હુમલો કર્યા બાદ આતંકવાદી ત્યાંથી એક કિલોમીટર દૂર જકુરાડોર કચેંગમાં એક નાનકડી વસાહત તરફ ભાગ્યા હતા અને કેટલાંક ઘરોને આગ ચાંપી દીધી હતી. ભય સાથે ભાગદોડ મચી હતી, જેમાં પાંચ લોકો લાપતા થયા હતા, જેમનું આતંકીઓએ અપહરણ કર્યું હોવાની આશંકા જાહેર કરવામાં આવી રહી છે.  છેલ્લાં દોઢ વર્ષથી મણિપુરમાં જારી હિંસા દરમ્યાન 237થી વધુ મોત થઈ ચૂક્યાં છે, તો 60 હજારથી વધુ લોકોને પોતાનાં ઘર છોડી, રાહત શિબિરોમાં રહેવાની ફરજ પડી છે.