લોન અપાવવાના બહાને રાપરના વેપારી સાથે 1.72 લાખની ઠગાઈ
લોન અપાવવાના બહાને રાપરના વેપારી સાથે 1.72 લાખની ઠગાઈ થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે રાપરમાં રહેનાર હરખાભાઇ કરશન પટેલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.નોંધાવેલ ફરિયાદ અનુસાર સવા વર્ષ અગાઉ તેમને આરોપી શખ્સનો ફોન આવ્યો હતો. લોન અંગે કંઇ કામ હોય તો જણાવવા કહ્યું હતું. ફરિયાદીને લોનની જરૂરત હોવાથી તેમણે ડોકયુમેન્ટ મોકલતાં આ શખ્સે ફાયનાન્સ પેઢીમાંથી રૂા. 12 લાખની લેન કરાવી આપી હતી. જાણવા મળી રહ્યું છે કે, થોડા સમય બાદ આ શખ્સે ફોન કરી હું પણ સૌરાષ્ટ્રનો લેઉવા પટેલ હોવાની વાત કરી બીજી લોનની જરૂર હોય તો જાણ કરવા કહેલ હતું. ફરિયાદીને વધુ રકમની જરૂરિયાત ઊભી થતાં તેમણે 25 લાખની લોનની વાત કરી ડોકયુમેન્ટ મોકલાવ્યા હતા. આ શખ્સે લોન મંજૂર કરાવવા પેટે રૂા. 1,72,750ની માંગ કરતાં ફરિયાદીએ આપી દીધા હતા. બાદમાં લોન મંજૂર ન કરાવી અને પૈસા પરત ન આપી ફરિયાદી સાથે ઠગી આચરી હતી. આ મામલે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.