અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર એક મહિલાના ખાતામાથી ગૂગલ પે ચાલુ કરાવવા મામલે 1.50 સેરવાઈ ગયા
અંજાર ખાતે આવેલ નાગલપરમાં રહેનાર એક મહિલા સાથે ગૂગલ પે ચાલુ કરાવવા મામલે 1.50 લાખની ઠગાઈ થતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ બનાવ અંગે નાગલપર વાડી વિસ્તારમાં રહેતા દેમિકાબેન વિક્રમ ચોટારા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગૂગલ પે ચાલુ કરાવવા માટે ફોન કરતા ઠગબાજોએ આ મહિલાના ખાતાંમાંથી ઓનલાઈન રૂ.1,50,000 સેરવી લીધા હતા. ફરિયાદીએ એમેઝોન પરથી વસ્તુ મંગાવવી હોવાથી તથા તે માટે ગૂગલ પે મારફતે પેમેન્ટ કરાવવાનું હતું. પરંતુ તેમનું આ ખાતું બ્લોક થઈ જતાં ફરીયાદી અંજારની એચડીએફસી બેંકમાં ગયા હતા જ્યાં તેમને કસ્ટમર કેરમાં ફોન કરવા જણાવાયું હતું.જાણવા મળી રહ્યું છે કે ફરિયાદીએ ગૂગલ એપ્લીકેશન મારફતે કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. સામેના છેડે મારા અધિકારીથી વાત કરાવું તેમ કહી ફોન કાપી નાખ્યો હતો. બાદમાં પરત ફરિયાદીને ફોન આવ્યો હતો અને ઠગબાજએ માહિતી મેળવી ફોન બંધ કરી બાદમાં વ્હોટ્સએપ પર વીડિયોકોલ કરી અને ક્રીન શેર કરવા જણાવ્યું હતું.ફરિયાદી મહિલાએ તેના જણાવ્યા અનુસાર કરતાં તેમના ખાતામાંથી ત્રણ ટ્રાન્ઝેકશન થકી રૂ.1,50,000 ઓનલાઈન સેરવાઈ ગયા હતા. પોલીસે આ મામલે અજાણ્યા આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.