ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરેલ મુસાફરના બેગમાથી નીકળી દારુની બોટલો
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે ગાંધીધામ રેલવે સ્ટેશન પર ટ્રેનમાંથી ઊતરેલ શખ્સ પાસેથી શરાબની બોટલો નીકળી પડતાં ભારે ચકચાર પ્રસરી છે. દારૂડિયાઓ દારૂની હેરાફેરી કરવા માટે દરોરોજ અવનવા પૈતરાઓ શોધી રહ્યા છે ત્યારે આ કિસ્સા મામલે સૂત્રો જણાવી રહ્યા છે કે, આરોપી શખ્સ 09037 નંબરની બાંદરા-ભુજ સ્પેશિયલ ટ્રેનમાંથી ઊતર્યો હતો.ત્યારે રેલવે સ્ટેશનના ગેટ પાસે પોલીસ દ્વારા તેને રોકીને તપાસ હાથ ધરવામાં આવી હતી. હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન તેના બેગમાથી વિદેશી શરાબની બે બોટલ નીકળી પડી હતી. પોલીસે આ શખ્સ પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.