અંજારમાં 90 હજારના તેલના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

copy image

copy image

અંજારમાં 90 હજારના તેલના જથ્થા સાથે એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો હતો. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજાર ખાતે આવેલ વીડી તરફ જતા કાચા માર્ગ પરથી પોલીસે એક ટેમ્પોમાંથી રૂા. 90,000નું 1200 લિટર કાચું સોયાબીન ઝડપી પાડી ટેમ્પોચાલકની અટક કરી હતી. વધુમાં મળતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, અંજાર ખાતે આવેલ વીડી તરફથી પાવર હાઉસ બાજુ કાચા માર્ગે ચોરી કે છળકપટથી મેળવાયેલું તેલ ભરી ટેમ્પોમાં લઈ જવાઈ રહ્યું છે. મળેલ બાતમીના આધારે પોલીસ બાતમી વાળા સ્થળ પર વોચ ગોઠવીને બેઠી હતી. તે દરમ્યાન બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેની તપાસ હાથ ધરી હતી.જાણવા મળી રહ્યું છે કે, હાથ ધરવામાં આવેલ તપાસ દરમ્યાન  ટેમ્પોના ઠાંઠામાં લોખંડના પાંચ તથા એક પ્લાસ્ટિકનું એવા 200 લિટરની ક્ષમતવાળા છ બેરલ નીકળી પડ્યા હતા. આ તેલના જથ્થા અંગે ટેમ્પોના ચાલકને પૂછ પરછ કરવામાં આવતા તે કોઈ આધાર પુરાવા રજૂ કરી શક્યો ન હતો. તેથી પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી ટેમ્પોના ચાલકની અટક કરી તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.