ભુજ તાલુકાના બળદિયા ગામમાં ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબ્જો

ગૌચર જમીનો પર ભૂમાફિયાઓનો કબ્જો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે ભુજ તાલુકાના બળદિયા ગામે એક જાગૃત નાગરિક  દ્વારા કરવામાં આવેલ અપીલ અનુસાર ભુજના બળદિયા ગામની ગૌચર જમીનો સાતબારમાં સ્પષ્ટ દેખાય છે પરંતુ ત્યાના ભૂમાફિયાઓ પોતાનો હક સમજી તેના પર કબ્જો કરી બેઠા છે ત્યારે તેના સરપંચ પંચાયતની પૂરી ટીમ તેમજ કલેકટર સાહેબને પણ આ બાબતે અગાઉ રજૂઆત કરેલ હોવા છતાં પણ શા માટે આ મામલે કોઈ ચકાસણી કે ગૌચર જમીનમાં માપણી થતી નથી…? તેવા સવાલો લોકો ઉઠાવી રહયા છે. લોકોનું કહેવું છે કે ગૌચર જમીનમાં માપણી થાય તો 50% આ ગૌચર જમીન બળદિયા ગામની અંદર દબાણ હેઠળ હોવાનું સામે આવે તેમ છે. જે જમીનના ઓનલાઇન સાતબાર પણ ગૌચર જમીનના છે તે માટેના આધાર પુરાવા સાથે રજૂઆત કરવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી. આવી ગૌચર જમીનો તાત્કાલિક ખાલી કરવવામાં આવે તેવી બળદિયા વાસીઓની માંગ છે.