પંડિત જવાહરલાલ નહેરુ ની જન્મ જયંતી એ ભુજમાં બાળ દિનની ઉજવણી કરાઈ
ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન જવાલાલ નેહરુની આજે જન્મ જયંતીએ વંદના કાર્યક્રમ કરવામાં આવી હતી આ તકે બાળકો માટે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાની સાથે બાળકોને ભર પેટે અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો.નેહરુચાચા અમર રહો ના નારા વચ્ચે આજે બાલ દિનની ઉજવણી ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે ઉજવાઇ હતી ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે ખાસ ઉપસ્થિત રહી અને તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. આ પહેલા પંડિત જવાલાલ નહેરુની પ્રતિમા પાસે તસવીરને સત્યમ સંસ્થાના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, વિનોદભાઈ ગોર તેમજ રામુબેન પટેલ વગેરેએ વંદના કરી હતી.દરમિયાન આજે ગુલાબના ફૂલ દોરવાની સ્પર્ધાના વિજેતાઓને જે.સી પારેખ દ્વારા ઇનામું એનાયત કરવામાં આવ્યા હતા. આજે પંડિત જવાલાલ નેહરૂને વંદના કરતા પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદેએ જણાવ્યું હતું કે દેશના વિકાસ માટે જવાલાલ નહેરુએ કરેલા કાર્યો દેશ ક્યારે ભૂલી શકશે નહીં. આજે બાળ દિન પ્રસંગે બાળકોને શુભેચ્છાઓ પાઠવી હતી તેમણે દેશના વિકાસ માટે નહેરૂના યોગદાનને યાદ કર્યા હતા. આ તકે ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લએ પણ વંદના કરી હતી.વ્યવસ્થા સત્યમના અધ્યક્ષ દર્શકભાઈ અંતાણીએ સંભાળી હતી