પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૨ ઘલીના સુજ ખાતે બાળ દિવસ તેમજ હાદા દાદી દિવસની ઉજવણી બાબત અહેવાલ

આમ તો ૧૪ મી નવેમ્બર ભારત ભાર માં જવાહરલાલ નહે? ના જન્મ દિવસ નિમિત્તે બાળ દિવસ તરીકે ઉજવાય છે. પરંતુ ભુજની પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય કમાંક ૨ માં બાળ દિવસ સાથે દાદા દાદી દિવસ ઉજવવામાં આવ્યો હતો. બાળકોના જીવનના પડતરમાં જેટલો ભાગ માતા પિતા ભજવે છે એટલો જ ભાગ તેમના દાદા દાદી પણ ભજવતા હોય છે. દાદા દાદીના પોતાના પૌત્રો સાથેના સંબંધને ઉજવવા ભુજની પી એમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક ૨ દ્વારા બાળકોએ પોતાના દાથ દાદીને શાળામાં બોલાવી તેમના માટે વિવિધ કાર્યક્રમો ભજવી, તેમને રમતો રમાડી તેમને પોતાના બાળપણની યાદ અપાવી હતી. ભુજ ઘલસેના માટે આવેલી કેન્દ્રીય વિદ્યાલય ક્રમાંક 2માં આજે પ્રાથમિક વિભાગ ના બાળકોએ દાદા દાદી સાથે બાળ દિવસની અનોખી ઉજવણી કરી હતી.

કાર્યક્રમ ના મુખ્ય અતિથિ તરીકે મેજર નૈમિષ બાડવા ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમ ની શરૂઆત મુખ્ય અતિધિ શ્રી દ્વારા દીપ પ્રજવલન કરી કરવામાં આવી હતી કેન્દ્રીય વિદ્યાલયમાં ભણતા મોટાભાગના બાળકોના માતા પિતા સેનામાં હોતાં તેઓ પોતાના પરિવારથી દૂર રહેતા હોય છે. તેવામાં આ નાના ભૂલકાઓ પોતાના જીવનના અગત્યના વર્ષોમાં પોતાના દાદા દાદીની ઉણપ રહે છે. આવામાં બાળકો જીવનમાં પોતાના પરિવાર ની અહેમિયત સમજે તે માટે શાળા દ્વારા આ અનોખો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

આ વિશેષ દિવસ ઉજવવા માટે શાળા દ્વારા બાળકોના દાદા દાદી અને નાના-નાનીઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓએ તેમના માટે ખાસ ગીત, સંગીત, અને હાસ્ય મનોરંજનથી ભરપૂર કાર્યક્રમ પીરસી વૃદ્ધવચમાં તેમને આનંદના પળો માણવાનો મોકો આપ્યો હતો. તો અનેક વિદ્યાર્થીઓએ પોતાના દાદા દાદી માટે કવિતા ગાઈ સૌકોઈને ભાવુક કર્યા હતા.

કાર્યક્રમમાં હાજરી આપનાર દરેકના દાદા દાદીએ પણ આ કાર્યક્રમને ખૂબ માણ્યો હતો અને પોતાનો બાળપણ યાદ કર્યો હતો શાળા ના પ્રાચાર્ય શ્રી જીતેન્દ્ર સિંહ રાવતે બાળકો ને સંબોધી ને કહ્યું કે, “આ કાર્યક્રમનો ઊશ્ય એ છે કે બાળકો પરિવારના સ્તંભ સમાન વડીલોની જીવનમાં જરૂર સમજે , બાળકોમાં ખૂબ ઊજા હોય છે તો વડીલોના ખૂબ અનુભવ હોય છે. આ ઊર્જા અને અનુભવના સમન્વયથી જ બાળકોમાં સારા સંસ્કારો સીચી શકાય છે..