નખત્રાણા ખાતે આવેલ મંજલમાંથી પાંચ જુગારપ્રેમીઓ ઝડપાયા

970736623Jugar

copy image

copy image

  નખત્રાણા ખાતે આવેલ મંજલમાંથી પાંચ જુગારપ્રેમીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ નખત્રાણા પોલીસ પેટ્રોલિંગમા હતી તે દરમ્યાન તેમને ખાનગી રાહે બાતમી મળેલ હતી કે,  મંજલના વાણિયાવાસના ચોકની જાહેર જગ્યામાં જુગાર રમાઈ રહ્યો છે. મળેલ બાતમીના આધારે  પોલીસે દરોડો પાડી ધાણીપાસા વડે જુગાર રમતા પાંચ ખેલીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પકડાયેલ ખેલીઓ પાસેથી 11,100ની રોકડ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસે પકડાયેલ ખેલીઓ વિરુદ્ધ જુગારધારની કલમો હેઠળ ગુનો નોંધી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.