પોલીસ ભરતીની તૈયારી કરતી કચ્છની દીકરીઓ માટે “મિશન ખાખી” સેમીનારનું આયોજન

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજ્યમાં “બેટી બચાઓ, બેટી પઢાઓ” યોજના અમલીકરણ છે. જે અન્વયે બેટી બચાઓ, બેટી પઢાઓ યોજના અમલી છે. આ યોજના દીકરીના જન્મને પ્રોત્સાહન આપવા તેમજ તેના શિક્ષણને સુનિશ્ચિત કરવાના રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરાના માર્ગદર્શન તેમજ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડાની વિશેષ ઉપસ્થિતિમાં પોલીસ વિભાગની આગામી લોકરક્ષક દળ અને પોલીસ સબ ઇન્સ્પેકટરની તૈયારી કરતી માત્ર મહિલા ઉમેદવારને શારીરિક કસોટી અને લેખિત કસોટીનું સંપૂર્ણ માર્ગદર્શન એક જ સ્થળ પર મળી રહે તે હેતુથી “મિશન ખાખી” સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર ફક્ત ૨૦૦ દીકરીઓ સુધી જ મર્યાદિત રાખવામાં આવેલો છે, એટલે વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન કરાવનાર પ્રથમ ૨૦૦ દીકરીઓને આ સેમીનારમાં ભાગ લેવાની તક મળશે. રજિસ્ટ્રેશન માટેની લીંક https://forms.gle/Kd82sGaT7sKwyizb9 ઉપર રજિસ્ટ્રેશન કરીને નામની નોંધણી કરવાની રહેશે. તા.૧૬/૧૧/૨૦૨૪ ના રોજ સાંજે ૦૫:૦૦ કલાક સુધીમાં રજિસ્ટ્રેશન કરી શકાશે. ત્યારબાદ રજિસ્ટ્રેશન બંધ કરવામાં આવશે. રજિસ્ટ્રેશન લિંક માટે મો. ૯૨૨૭૮૯૮૯૨૫ ઉપર વોટ્સએપ પર મિશન ખાખી લખીને મેસેજ કરવો. કાર્યક્રમ અંગેની માહિતી માટે અત્રેની કચેરીના સંપર્ક નંબર. ૦૨૮૩૨ ૨૩૦૦૧૦ પર સંપર્ક કરવો. સેમીનારનું આયોજન તા.૧૮/૧૧/૨૦૨૪ ના રોજ સવારે ૦૯:૩૦ કલાકે મુક્ત જીવન સ્વામીબાપા મહિલા આર્ટસ એન કોમર્સ કોલેજ, મુન્દ્રા રોડ – ભુજ ખાતે કરવામાં આવેલું છે, તેવું જિલ્લા મહિલા અને બાળ અધિકારીની અખબારી યાદીમાં જણાવાયું છે.