ચેક પરતના બે જુદા જુદા કેસમાં ભુજના તબીબ કેદ તથા મોટી રકમના દંડની સજા ફટકારતો હુકમ જાહેર

copy image

copy image

ચેક પરતના બે જુદા જુદા કેસમાં ભુજના તબીબ નશીમ મોહમ્મદ લાહેજીને એક – એક વર્ષની કેદની તથા મોટી રકમના દંડની સજા ફટકારતો હૂકુમ જાહેર કરવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજ તાલુકાનાં માધાપરના દાદુભા જેમલજી ચૌહાણ પાસેથી ભુજના ડો. નશીમ મોહમ્મદ લાહેજીએ રૂા. 27,25,000 હાથ ઉછીના મેળવ્યા બાદ રકમ પરત માગતાં ડો. નશીમે દાદુભાને રૂા. 11,65,000નો એક તથા રૂા. 15,00,000નો બીજો એવા અલગ-અલગ બે ચેક આપેલ હતા. આ ચેક પરત ફરતા ફરિયાદીએ ભુજની કોર્ટમાં બે અલગ-અલગ ફરિયાદો નોધાવેલ હતી. જાણવા મળી રહ્યું છે કે તેવી જ રીતે બીજી તરફ ડો. નશીમ દ્વારા  દાદુભા તથા અન્ય વિરુદ્ધ ભુજ એ. ડીવીઝન પોલીસ મથકે છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવવામાં આવેલ હતી.  ચેક પરતના કેસમાં બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે આરોપી તબીબને બન્ને કેસમાં રૂા. 13.50 લાખનું વળતર ચુકવવાનો આદેશ જાહેર કર્યો હતો.