ગાંજાની ખેતી કરનાર સિનુગ્રાનો આરોપી શખ્સ પોલીસના સકંજામાં

Bike-Chor-arrested-by-Mulund-Police-station-20-Motorbikes-recoverd-Gallinews

copy image

copy image

  અંજાર ખાતે આવેલ સિનુગ્રામાં એક મકાનમાંથી ગાંજાની ખેતી ઝડપી પાડવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી માહિતી અનુસાર છેલ્લા બે-ત્રણ માસથી અહીં ગાંજાની ખેતી કરવામાં આવી રહી હતી. જેમાં  ઝાડના પાંદડા સુકવી ગાંજો વેંચવામાં આવી રહ્યો હતો. જાણવા મળી રહ્યું છે કે હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન રૂ.1,62,110નો ગાંજો પોલીસે જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમ્યાન આ ગુના કામેનો આરોપી શખ્સ પોલીસના હાથમાં આવેલ ન હતો. તે દરમ્યાન ખાનગી રાહે મળેલ બાતમીના આધારે સ્થાનિક પોલીસે આ આરોપી શખ્સને ઝડપી પાડેલ હતો. આરોપી શખ્સને ઝડપી તેના વિશે વધુ પૂછ પરછ કરવામાં આવતા છેલ્લા બે-ત્રણ મહિનાથી પંજાબી મહિલા તેના સંપર્કમાં હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ મામલે આગળની વધુ છાનબીન હાથ ધરી છે.