રવાપર ખાતે ત્રિદિવસીય ગણેશ વિસર્જનમાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો.. રવાપર ના રાજા ગણેશ ની ભક્તિમાં રંગાયુ રવાપર…

image

પ્રથમ દિવસે સિદ્ધિવિનાયક મંદિર ખાતે પૂજન આરતી બાદ ભવ્ય શોભાયાત્રા સંતવાણી..
દ્રીતીય દિવસે ભગવાન શ્રી સત્યનારાયણની કથા રાસ ડાંડિયારાસ મહા આરતી અને રામદેવપીર આખ્યાન તેમજ સન્માન યોજાયા
તૃતીય દીવશે સમસ્ત ગ્રામજનો પાખી પાડી ભવ્ય વિસર્જન યાત્રા 25 ઢોલ અને શરણાઈ સાથે ડીજેના સથવારે યોજાઈ..

રવાપર તા નખત્રાણા…
શ્રી રવાપર વિસ્તાર સાર્વજનિક ગણેશ મહોત્સવ સમિતિ માર્ગદર્શન હેઠળ ગણેશ યુવક મંડળ દ્વારા ત્રી દિવસિય ગણેશ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ દિવસે સિદ્ધિવિનાયક મંદિર ખાતે ભૂત પૂર્વ પ્રમુખશ્રી.અને યુવક મંડળ દ્વારા પૂજન આરતી બાદ મૂર્તિ પરિવારના દાતા સ્વ ગોદાવરીબેન વિશનજી રૂપારેલ પરિવાર ના ઓફિસ ખાતે પૂજન અર્ચન આરતી બાદ મુખ્ય માર્ગોથી મેન બજાર બસ સ્ટેશન થઈ શિવ મંદિર ખાતે ભગવાન ગણપતિ મહારાજ ની સ્થાપના કરવામાં આવી હતી દિવસભર વરસાદી માહોલ વચ્ચે શ્રી રવાપર લોહાણા મહાજન વાડી ખાતે ભવ્ય સંતવાણી જેમાં જીવણભાઈ ગઢવી અને પ્રવિણદાનભાઈ ગઢવી દ્વારા ભવ્ય સંતવાણી યોજાઇ હતી.. દ્વિતીય દિવસે.. શ્રી કરણી દાન ગઢવી પરિવાર દ્વારા ભગવાન શ્રી સત્યનારાયણની કથા ત્યારબાદ શ્રી ભગવાન જોશી પાર્ટી સથવારે રાસ ડાંડિયારાસ તેમજ ભવ્ય મહા આરતી ડો. ચિરાગભાઈ એન પટેલ દ્વારા અને રાત્રે મોમાઈ મોરા રામામંડળ દ્વારા શ્રી રામદેવપીર નું આખ્યાન જેના પ્રથમ આરતી નો ચડાવો જીતેન્દ્રભાઈ હરજી લુહાર.. રામદેવપીર પારણા નો ચડાવો હરેશભાઈ શંકરલાલ જોશી અને ત્યારબાદ આરતીનો ચડાવો શ્રી પાટીદાર ભાઇઓ લક્ષ્મીપર નેત્રા દ્વારા લેવામાં આવ્યો હતો આ કાર્યક્રમ શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પાછળ શ્રી લક્ષ્મીનારાયણ પાટીદાર સમાજ દ્વારા હોલમાં યોજાયો હતો..
તૃતીય દિવસે સમસ્ત રવાપર ગ્રામજનોએ પાખી પાડી અને શિવ મંદિર ખાતે ભવ્ય સન્માન સમારોહ.. જેમાં દાતાઓ આમંત્રિત.. કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી કે હુંબલ જિલ્લા પંચાયત વિરોધ પક્ષનેતા રાજેશભાઈ આહીર શ્રી રામદેવસિંહ જાડેજા ક્રાઈમ બ્રાન્ચ પી એસ આઈ.. અધિકારીગણ. મહાલક્ષ્મી એમ ડી ઓ ઝા સાહેબ. રવાપર ગ્રામ પંચાયત સરપંચ પરેશભાઈ રૂપારેલ તાલુકા પંચાયત સભ્ય અશ્વિન રૂપારેલ જિલ્લા પંચાયત સભ્ય નેહા રૂપારેલ નો વિશિષ્ટ સન્માન મંડળ દ્વારા કરાયું હતું.. સમગ્ર કાર્યક્રમના આચાર્ય પદે શાસ્ત્રી શ્રી કિરણભાઈ ગોપાલભાઈ જોશી . પ્રકાશભાઈ જોશી અને પ્રફુલભાઈ ગોસ્વામી સેવા આપી હતી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ શ્રી તેમજ તમામ હોદ્દેદારો તેમજ જૂની ટીમના તમામ સભ્યો ખૂબ જ જહેમત ઉઠાવી હતી. શિવ મંદિર થી નીકળેલી ભવ્ય વિસર્જન યાત્રા.માં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટ્યો હતું જેમાં 25 જેટલા ઢોલ અને શરણાઈ ના તાલે યુવાનો શ્રી ગણેશમય બન્યા હતા જ્યારે ડીજેના સથવારે બહેનો દ્વારા સુંદર રાસ ગરબા સહિત રવાપર વિસ્તાર રવાપર ના રાજા ના વિદાયમાં ભક્તિમય બન્યું હતું.. તેવું શ્રી ગણેશ યુવક મિત્ર મંડળ ની યાદીમાં જણાવ્યું છે… જય ગણેશ..🙏