નખત્રાણા ના ટોડિયા ગામે પરંપરાગત ઉત્સાહ સાથે સંપન્ન થયો ગણેશ મહોત્સવ: ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન

નખત્રાણા ના ટોડિયા ગામે પરંપરાગત ઉત્સાહ સાથે સંપન્ન થયો ગણેશ મહોત્સવ: ગણેશ ઉત્સવ સમિતિ દ્વારા ભવ્ય આયોજન
નખત્રાણા , કચ્છ નખત્રાણા તાલુકાના ટોડિયા ગામે સનાતની સંસ્કૃતિ અને ભક્તિભાવના પ્રતિક સમાન ગણેશ મહોત્સવની દર વર્ષની જેમ આ સાલે પણ ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ગણેશ ઉત્સવ સમિતિ, ટોડિયા દ્વારા આયોજિત આ મહોત્સવને લઈને સમગ્ર ગામમાં ભારે ઉત્સાહ અને હર્ષોલ્લાસ જોવા મળ્યો હતો.
પરંપરાગત આયોજન અને ભક્તિમય માહોલ: દર વર્ષની પરંપરાને જાળવી રાખીને આ વર્ષે પણ સમિતિ દ્વારા બાપ્પાની સ્થાપના ધાર્મિક વિધિ અને વૈદિક મત્રોચ્ચાર સાથે કરવામાં આવી હતી. રોજબરોજની સવાર-સાંજની મહાઆરતીમાં ગામના અગ્રણીઓ, યુવાનો અને મોટી સંખ્યામાં માતાઓ-બહેનો ઉપસ્થિત રહી ધન્ય બન્યા હતા.
ધાર્મિક અને સામાજિક એકતા: ગણેશ મહોત્સવના માધ્યમથી ટોડિયા ગામના તમામ લોકો એકત્રિત થઈને ઉત્સવની ઉજવણી કરે છે, જે ગામમાં પરસ્પર ની ભાવનાને વધુ મજબૂત બનાવે છે.
સમિતિની સુંદર વ્યવસ્થા: આ મહોત્સવને સફળ બનાવવા માટે ગણેશ ઉત્સવ સમિતિના હોદ્દેદારો અને યુવક મંડળ દ્વારા સુંદર આયોજન અને ખડેપગે સેવા આપવામાં આવી હતી, જેથી તમામ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો ખૂબ જ સુચારૂ રૂપે પાર પડ્યા હતા.
અંતે, વિઘ્નહર્તા દેવ શ્રી ગણેશજીની પૂજા-અર્ચના કરી ગ્રામજનોએ ગામમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સારો વરસાદ રહે તેવી પ્રાર્થના કરી હતી અને આવતા વર્ષે વહેલા પધારવાના વચન સાથે બાપ્પાને ભાવભીની વિદાય આપવામાં આવી હતી એવું પોતાની યાદીમાં ભચુભા જાડેજાએ જણાવેયો હતો .