ખેડૂતનો ખારેકનો જથ્થો સુરતના વેપારીને વેંચીને નાણાં પચાવી જનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

copy image

copy image

ખેડૂતનો ખારેકનો જથ્થો સુરતના વેપારીને વેંચીને નાણાં પચાવી જનાર માધાપરના શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ આ મામલે કિશોર ખીમજી હીરાણી દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે માધાપર પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદ અનુસાર ગત તા. 29/7થી 31/7 દરમ્યાન ફરિયાદીના શ્રીરામ ફાર્મવાળી વાડીમાંથી આરોપી શખ્સએ ફરિયાદી પાસેથી રૂા. 1,94,608નો તથા ફરિયાદીના ભાઇ પાસેથી રૂા. 1,35,641નો ખારેકનો જથ્થો વેચાતો લઇને આ માલ સુરતના વેપારીને વેંચી મુકેલ હતો. બાદમાં ફરિયાદી ખેડૂત બંધુના કુલ રૂા. 3,30,249 નહીં આપીને તેઓ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.