મીઠી ડેમમાં માછલી પકડવા ગયેલ આધેડનું ડૂબી જવાથી મોત

copy image

copy image

અબડાસા ખાતે આવેલ રામપરમાં અબડાની નજીક આવેલ મીઠી ડેમમાં માછલી પકડવા જતા 48 વર્ષીય આધેડનું કોઈ કારણોસર ડેમમાં ડૂબી જવાથી મોત નીપજયું છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ માંડવીના ઢીંઢના  અને હાલમાં સાલેમામદ હાજીહસન કુંભારની મીઠી ડેમની બાજુ રામપર-અબડાની વાડીમાં રહેતા નુરમામદ સુમરા મીઠી ડેમ પરની કેનાલના પાણી ખોલ-બંધ કરવાના વાલ્વની જગ્યા પર માછલી પકડવા ગયેલ હતા જ્યાં કોઈ કારણોસર તેમનો પગ લપસતા તેઓ ડેમના પાણીમાં ડૂબી ગયા હતા. બનાવની જાણ થતાં જ આધેડને પાણીમાંથી બહાર કાઢી નલિયાની સરકારી હોસ્પિટલે લઈ અવાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ કાર્યવાહી આદરી છે.