ફરી એક વખત ગુજરાતના દરિયાકાંઠેથી ડ્રગ્સ ઝડપાયું : 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ કબ્જે : ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ પર લાવવાની આશંકા
Copy image
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે. તેની વચ્ચે સૂત્રો જણાવી રહ્યા છે કે, ગુજરાતના દરિયાકાંઠેથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં આ વખતે 500 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ કબ્જે કરવામાં આવેલ છે. ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીના આધારે મોટી માત્રમાં ડ્રગ્સ પકડવામાં આવેલ હતુ. ટૂંક સમયમાં ડ્રગ્સનો જથ્થો પોરબંદર પોર્ટ ઉપર લાવવામાં આવશે તેવું સૂત્રોનું કહેવું છે.
પોરબંદરનો દરિયાકાંઠો ફરી એક વખત ચર્ચામાં આવ્યો છે મધદરિયે એક બોટમાંથી કરોડોની કિંમતનું સેંકડો કિલો ડ્રગ્સ સેન્ટ્રલ એજન્સી દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે. તેમાં પણ ખાસ કરીને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દિલ્હીની ટીમને કેટલાક મહત્ત્વપૂર્ણ ઈનપુટ મળી આવેલ હતા. જેમાં ગુજરાતના દરિયામાં મોટા પ્રમાણમાં ડ્રગ્સ સાથે એક બોટ આવવાની બાતમી પ્રાપ્ત થઈ હતી. જેના આધારે તેને આંતરવા માટે NCB દિલ્હીની ટીમે નેવીની મદદ લીધી હતી. સૂત્રો જણાવી રહ્યા છે આ ડ્રગ્સનો જથ્થો પકડવામાં NCB, ATS, કોસ્ટગાર્ડ અને નેવીની ભૂમિકા રહેલ છે.
આપણા દેશનો દરિયા કિનારો 7517 કિ.મી લાંબો છે. જેમાં પણ ગુજરાત પાસે 1640 કિ.મી લાંબો દરિયા કિનારો છે. આ દરિયા કિનારા પર 144થી વધુ નાના-મોટા ટાપુ આવેલ છે, સાથો સાથ પાકિસ્તાની દરિયાઇ સરહદ નજીક છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ડ્રગ્સની હેરફેર પાકિસ્તાન અને ઇરાન દ્વારા કરવામાં આવે છે. પાકિસ્તાનનું કરાચી બંદર તેમજ ઇરાનના ચાબહાર બંદરની ભૂમિકા આમાં મુખ્ય રહે છે. ભૌગોલિક રીતે ગુજરાતનો દરિયાકિનારો નજીક છે અને ગુજરાતનો ઉપયોગ અવર-જવર માટે કરવામાં આવે છે. ડ્રગ હેન્ડલર્સને અન્ય દેશની સીમામાં પહોંચાડવા પ્રયાસ કરવામાં આવે છે ઉપરાંત ગુજરાતથી મુંબઇ સહિત દેશના અનેક રાજ્યમાં તેનો સપ્લાય કરવામાં આવે છે. સાથો સાથો માહિતી મળી રહી છે કે ગુજરાતમાં પણ ધનિકવર્ગમાં ડ્રગ્સની ખરીદીનું પ્રમાણ વધતું જાણીએ રહ્યું છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ જેવા શહેરોમાં MD ડ્રગ્સ અનેક વાર પકડાયું છે. સૌરાષ્ટ્રમાં મોટાભાગે ડ્રગ્સનું કન્સાઇનમેન્ટ પકડાય છે. જેમાં દ્વારકા,પોરબંદર,ગીરસોમનાથથી અનેક વાર ડ્રગ્સ ઝડપાયું છે. સુરક્ષા એજ્ન્સીઓ પહેલાના પ્રમાણમાં વધુ સતર્ક છે જ્યારે અનેક વખત પેટ્રોલિંગના ડરથી ડ્રગ્સ ફેંકી દેવામાં આવે છે પરીણામે અનેક વખત દરિયાકિનારેથી પેકેટ મળી આવ્યા છે.