કેરા ખાતે કરાઈ દેવ દિવાળી તુલસી વિવાહ ની ભાવભેર ઉજવણી

તાલુકાના કેરા ગામે તા,13,14,15, નવેમ્બર એમ ત્રણ દિવસ તુલસી વિવાહની ભાવભેર ઉજવણી કરાઈ હતી 13 તારીખે સવારે 8:00 કલાકે માંડવા રોપણ સાંજે 8:00 કલાકે બહેનોના સ્વામિનારાયણ મંદિર પાસેથી ફુલેકું નીકળ્યું હતું જે ગામમાં ફરી રાત્રે 11,30 ભાઈઓના મંદિરે પહોંચ્યું હતું ત્યારબાદ નાસ્તાનું આયોજન કરાયું હતું બીજા દિવસે 14 તારીખે રાત્રે 8:00 કલાકે ભાઈઓના મંદિર પાસેથી ફુલેકુ નીકળ્યું હતું જે ગામમાં ફરી અને 11:30 કલાકે ભાઈઓના મંદિરે પહોંચ્યું હતું ત્યારબાદ નાસ્તાનું આયોજન કરાયું હતું ત્રીજા દિવસે 15 તારીખે સવારે 9:00 કલાકે ચાંદની ચોક ત્રણ રસ્તા પાસેથી ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં બાલ ઘનશ્યામ મંડળ અને યુવતી મંડળ દ્વારા રેંજીમ અને બેન્ડ પાર્ટી એ આકર્ષણ જગવિયું હતું જે બપોરે 12 કલાકે બહેનોના મંદિરે પહોંચ્યો હતો ત્યારબાદ બહેનોના મંદિરે લગ્નની વિધિ શરૂ કરાઈ હતી સાથે ભોજન સમારંભ યોજાયો હતો અને સાંજે 5 કલાકે તુલસી બાઈને વિદાય આપી લગ્ન પુરા થયા હતા તો આ લગ્નના લાલજી મહારાજના માવિત્ર ધનજીભાઈ કુરજી વાગડિયા પરિવાર રયા હતા અને તુલસીબાઈ ના માવિત્ર સુરેશભાઈ નાથા રાબડીયા પરિવાર રયા હતા