ફરી એક વખત દારૂના નશામાં એક યુવાને જીવ ગુમાવ્યો : ગઢશીશાની વાડીમાં ખેતમજૂરએ દારૂના નશામાં  કપાસમાં નાખવાની દવા પી જતાં સારવાર દરમ્યાન મોત

drunk-man-lying-unconscious-on-260nw-59860447

copy image

copy image

માંડવી ખાતે આવેલ ગઢશીશાની વાડીમાં પરપ્રાંતિય ખેતમજૂરએ દારૂના નશામાં  કપાસમાં નાખવાની દવા પી જતાં સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ ગત તા.10/11ના રોજ બન્યો હતો. ગઢશીશામાં જીતેન્દ્રભાઈ પટેલની વાડીમાં રહેતા મુળ છોટા ઉદેપુર બાજુના 35 વર્ષીય જેસલ નાયકે દારૂના નશામાં કપાસમાં છાંટવાની દવા પી લેતાં તેને ઝેરી  અસર થઈ હતી બનાવની જાણ થતાં જ તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો પરંતુ સારવાર દરમ્યાન તેનું મોત નીપજયું હતું.