રાપર ખાતે આવેલ ગાગોદર નજીક બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત : ચાલકનું મોત
copy image

રાપર ખાતે આવેલ ગાગોદર નજીક બે ટ્રક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં વાહનચાલક યુવાનનું મોત નીપજયું હતું. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ફરિયાદી કંડલા ખાતે ટ્રક લઇને આવ્યો હતો. અહીંથી તે કોલસા ભરી અને રાજસ્થાન નિંબાદેરા જવા નીકળ્યો હતો. તે દરમ્યાન બપોરના સમયે તે હોટેલ ક્રિષ્નાથી ગાગોદર તરફ રસ્તા પર પહોંચ્યો હતો, ત્યારે અચાનક રોડ પર ગાય આવતાં તેને બચાવવા ફરિયાદીએ પોતાનું વાહન ધીમું કરેલ હતું જેથી પાછળથી પુરપાટ આવતી ટ્રક ધડાકાભેર તેના વાહનમાં અથડાતાં તેનો ચાલક પોતાનાં વાહનની કેબિનમાં ફસાઇ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા આ યુવાનને બહાર કાઢી સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.આ બનાવ અંગે પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.