ભુજમાં 25 વર્ષીય યુવનનો આપઘાત

copy image

copy image

  ભુજ ખાતે આવેલ આશાપુરાનગરમાં રહેતા 25 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ મોતને ભેટો કરી લીધો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ ભુજના એરપોર્ટ રોડ પર આવેલા આશાપુરાનગરમાં રહેતા 25 વર્ષીય અમરજીત ઉદયપ્રકાશ ચૌહાણ નામના યુવાને અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. હતભાગી યુવાન પોતાની ઘરે હાજર હતો તે દરમ્યાન કોઈ અગમ્ય કારણોસર તેને પંખામાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો.આ યુવાનને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. પોલીસે આ બનાવ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.