ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ તથા મે.નાયબ પોલીસ અધિક્ષક સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓએ પુર્વ કચ્છ જિલ્લામાંથી પ્રોહિ-જુગારની બદી નેસ્ત નાબુદ કરવા સારુ પ્રોહિ-જુગારના કેસો શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને ઈન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એમ.એન.દવે લાકડીયા પોલીસ સ્ટેશનનાઓ લાકડીયા પોલીસ સ્ટાફના માણસો સાથે રાધનપુર સામખીયાળી નેશનલ હાઇવે પર લાકડીયા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ખાનગી રાહે મળેલ સચોટ બાતમી હકિકત આધારે લાકડીયા ગેલ ઈન્ડીયા કંપની પાસે નેશનલ હાઈવે રોડ પર ચિત્રોડ બાજુથી આવેલ ગ્રે કલરની કિયા સેલ્ટોસ ગાડી નં.GJ-03-MH-6291 વાળીમાં ભરી લઈ આવેલ ૨ ઈસમોને ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ અને કાયદેસર કાર્યવાહી કઈ પ્રોહિબીશન એક્ટ તળે ગુનો રજીસ્ટર કરી આગળની વધુ તપાસ તજવીજ હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ આરોપીઓ:-

(૧) ધર્મેન્દ્રસિંહ ઉર્ફે ધમભા ટપુભા જાડેજા ઉ.વ-૪૦ તથા

(૨) રણજીતસિંહ ટપુભા જાડેજા ઉ.વ-૪૬ બંને મુળ રહે.ડાભુંડા તા.રાપર કચ્છ હાલ રહે.રતનપર ગામ રામધામ સોસાયટી તા.જિ-રાજકોટવાળા

પકડવાના બાકી આરોપી:-

ઉપેન્દ્રસિંહ ભાવુભા જાડેજા મુળ રહે.ડાભુંડા તા.રાપર હાલ રહે.રતનપર તા.જિ-રાજકોટ