ગાંધીધામમાથી ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો

boy-play-video-game-on-mobile-phone-png

copy image

copy image

ગાંધીધામ ખાતે આવેલ ખન્ના માર્કેટ વિસ્તારમાં શંકર રેસ્ટોરન્ટની સામેથી ઓનલાઇન ક્રિકેટનો સટ્ટો રમતા એક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમ્યાન પૂર્વ બાતમીના આધારે આ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન સ્ટોરન્ટની સામે બેસીને પોતાના મોબાઇલમાં આરોપી શખ્સ સટ્ટો રમી રહ્યો હતો, તે સમયે અચાનક આવેલી પોલીસે તેને પકડી પાડયો હતો. જાણવા મળી રહ્યું છે કે પકડાયેલ શખ્સ સિડની થન્ડર વૂમન તથા પર્થ સ્કોચર્સ વૂમન વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો જણાયો હતો.પોલીસે પકડાયેલ શખ્સ પાસેથી મોબાઈલ સહિતનો તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.