પાવરપટ્ટી વિસ્તાર નીરોણામાં દારૂબંદી કરાવવા માટે પી.એસ.આઇ. સમક્ષ રજૂઆતો કરાઈ
નખત્રાણા તાલુકાના નીરોણામાં કેટલાક સમયથી દારૂનું દુષણ વધી રહ્યો છે.ગુજરાતમાં દારૂ બંદી હોવા છતા કચ્છના અનેક વિસ્તારોમાં દારૂનું સેવન વધ્યો છે. ત્યારે આજે રપાવરપટ્ટી વિસ્તારના મુખ્ય મથક નીરોણા ખાતે બહુજન આર્મીના લખનભાઈ ધુવા અને સ્થાનિક લોકોએ આ બાબતે નીરોણા પોલીસ સ્ટેશનમાં જઇ પી.એસ.આઇ સમક્ષ રજૂઆત કરી હતી કે હાલ નીરોણામાં દેશી તેમજ વિદેશી દારૂનો દુષણ દિવસે દિવસ વધી રહ્યો છે. નાની નાની વયના યુવાનો દારૂના દુષણથી જીવ ગુમાવી રહ્યા છે. જે સમાજ અને દેશ માટે અંતી ચિંતા જનક બાબત છે. વળી બીજી તરફ બૂટલેગરો ખુલ્લે આમ દારૂની હાટડીઓ ચલાવી રહ્યા છે. ગુજરાતમાં દારૂ બંદી હોવા છતા પણ તેની ખાસ કોઈ અશર જોવા મળતી નથી પોલીસની નજર સામે દારૂના કારોબાર ચલાવી રહ્યો છે.જેને રોકવા અને દારૂ બંદીના કાયદોનો કડક માં કડક અમલવારી કરાવવાની માંગ સાથે અનેકો રજૂઆતો લખનભાઇ ધુવા તેમજ લોકો દ્વારા કરવામાં આવી હતી તેવું જણાવાયું છે.