નખત્રાણા ખાતે ભેંસ ચોરીના ગુનામાં સંડોવાયેલ વધુ બે આરોપી ઝડપાયા
copy image

નખત્રાણા ખાતે ભેંસચોરીના બનાવમાં વધુ બે આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે. જે અંગે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ભેંસોની ચોરીની ફરિયાદ નોધાયા બાદ ત્રણ આરોપી શખ્સોને ઝડપી પાડવામાં આવેલ હતા બાદમાં અન્ય બે આરોપી શખ્સોની સંડોવણી ખૂલતાં દરમ્યાન બન્ને આરોપીને દિયોદર પોલીસે અન્ય ગુનામાં ઝડપી લેતાં નખત્રાણા પોલીસે બન્ને આરોપીનો કબ્જો મેળવી ભેંસોની ચોરી મામલે પૂછપરછ કરતાં સમગ્ર ગુનાની ગુનાની હકીકત સ્વીકારી હતી. જાણવા મળી રહ્યું છે પકડાયેલ આરોપી શખ્સો પાસેથી ચોરીમાં ગયેલી ભેંસ હસ્તગત કરવામાં આવેલ છે.