માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ વિશ્વાસઘાત તેમજ છેતરપીડીના ગુન્હામાં આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ કચ્છ,એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભુજ તથા માનકુવા પોલીસ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ચીરાગ કોરડીયા સાહેબ સરહદી રેન્જ ભુજ તથા ઈ.ચા.પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી આર.ડી.જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ ઠગાઇ, વિશ્વાસઘાત તેમજ છેતરપીડી કરીને ચીટીગ કરનાર ઇસમો ઉપર કાર્યવાહી કરવા માટે સખત સુચના કરેલ હોઇ
જે અન્વયે માનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી ડી.એન.વસાવા સાહેબનાઓએ માનકુવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવા ઠગાઇ વિશ્વાસઘાત તેમજ છેતરપીડી કરનાર ઇસમો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવા સુચના કરતા માનકુવા પોલીસ સ્ટેશન પાર્ટ એ.ગુ.ર.નં.૧૧૨૦૫૦૧૩૨૪૦૪૧૨/૨૦૨૪ આઇ.પી.સી.કલમ.૪૦૬,૪૨૦ તથા બી.એન.એસ.કલમ.૩૫૧(૩),૨૯૬(૨),૩૦૮(૨),૭૮(૧).(૧) મુજબના ફરીયાદી સાથે થયેલ ઠગાઇ ની અરજી અનુસંધાને જરૂરી તપાસ કરી આ કામેના ફરીયાદીને હીતેશ વેલજી પરમાર રહે.રઘુરાજનગર મીરજાપર તા.ભુજ વાળાએ પોતે પ્રોડયુસર હોવાનુ જણાવી ફરીયાદી તથા તેઓના પતિને તેમના દીકરાને ટીવી સીરીયલમાં તથા જાહેરાતમાં રોલ અપાવવાની વાત કરી ફરીયાદીને વિશ્વાસમાં લઇ અલગ અલગ સમયે ઉપર જણાવ્યા મુજબ ફરીયાદી પાસેથી કુલ્લ રૂ.રૂ.૨૫,૧૦,૫૬૫/- પડાવી લઇ ફરીયાદી સાથે ઠગાઇ, વિશ્વાસઘાત કરેલ હોય અને તેઓ પાસેથી છેતરપીડી કરીને લીધેલ કોરા ચેકો તેઓના પતિના ખાતામાં નાખી બાઉન્સ કરાવી ફરીયાદી વિરૂધ્ધ ચેક બાઉન્સનો કેસ ભુજ કોર્ટમાં કરી તે કેસમાં સમાધાન કરવા માટે અને સજામાંથી બચવાનુ કહીને ફરીયાદીને ડરાવી ધમકાવીને ફરીયાદી પાસેથી રૂ.૫,૦૦,૦૦૦/- બળજબરીથી કઢાવી લેવા માટે ફરીયાદી તથા તેઓના મામાને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદી સાથે ગાળાગાળી કરી તેમજ ફરીયાદી પાછળ-પાછળ અવાર-નવાર તેની કારથી આવી ફરીયાદીનો પીછો કરેલ હોઇ જે મુજબની ફરીયાદીની ફરીયાદ અન્વયે આ કામેના આરોપીઓ વિરુધ્ધ પોલીસ અધિક્ષક સાહેબશ્રીની સુચના અનુસંધાને સંયુક્ત રીતે લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ તથા એ.ડીવીઝન પોલીસ સાથે રહી આરોપીને પકડીપાડી કાયદેસર કાર્યવાહી કરતી માનકુવા પોલીસ
પકડાયેલ આરોપીનુ નામ :-
હીતેશ વેલજી પરમાર રહે.રઘુરાજનગર મીરજાપર તા.ભુજ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ:-
આમ ઉપરોક્ત કામગીરીમાં ४२७ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ એસ.એન.ચુડાસમા સાહેબ તથા પો.ઇન્સ.એ.જી.પરમાર સાહેબ એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભુજ તેમજ પો.ઇન્સ. ડી.એન.વસાવા સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સ્ટાફના કર્મચારીઓ તેમજ એ.ડીવીઝન ભુજ પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ તથા માનકુવા પોલીસ સ્ટેશન સ્ટાફના કર્મચારીઓ જોડાયેલ હતા
આરોપીનો ગુન્હાહીત ઇતિહાસ :-
(૧) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભુજ ફસ્ટ ગુ.૨.નં.૧૭૩/૨૦૦૫ આઇ.પી.સી.કલમ ૪૨૦,૪૬૫,૪૬૭,૪૭૧, ભુકંપ સહાય મેળવી ટેન્ડર ભરવા નામે રોકડની ઠગાઇ
(૨) એ.ડીવીઝન પોલીસ સ્ટેશન ભુજ ફસ્ટ ગુ.૨.નં.૧૭૮/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૨૦,૧૧૪ સરકારી કામોના સપ્લાયનો કોન્ટ્રાક અપાવવાની લાલચ આપી ઠગાઇ
(૩) માનકુવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૦૭૫/૨૦૧૮ આઇ.પી.સી.કલમ ૪૦૬,૪૧૯,૪૨૦,૧૧૪,૧૨૦(બી), ભારતીય સેનાના બોડર ઉપર ચાલતા અલગ અલગ કામોમા ટેન્ડર ભરવા નામે રોકડની ઠગાઇ
(૪) માનકુવા પોલીસ સ્ટેશન ફસ્ટ ગુ.ર.નં.૦૦૯૯/૨૦૧૬ આઇ.પી.સી.કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,તથા એમ.વી.એક્ટ કલમ ૧૭૭,૧૮૪,૧૩૪, આરોપીએ પોતાના કબ્જાની કાર પુરઝડપે અને બેદરકારીભરી રીતે ચલાવી ફરીયાદીને ટક્કર મારી ઇર્જા કર્યા બાબત
નોધ: હીતેશ વેલજી પરમાર રહે.રઘુરાજનગર મીરજાપર તા.ભુજવાળાઓ વિરુધ્ધ મા જો કોઇ જાહેર જનતાને અગાઉ ઠગાઇ કે વિશ્વાસઘાત થયેલ હોઇ તો અત્રેના પોલીસ સ્ટશનનો સંપર્ક કરવા વિ છે.
માનકુવા પોલીસ સ્ટેશન – ૬૩૫૯૬૨૫૭૯૭/૬૩૫૯૬૨૫૭૯૮.
લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભુજ – ૦૨૮૩૨ ૨૫૮૦૨૯
પોલીસ કંટ્રોલ રૂમ ભુજ – ૦૨૮૩૨ ૨૫૦૯૬૦