અમદાવાદમાથી ઝડપાયેલા નકલી જજના એક બાદ એક ભાંડા ફૂટી રહ્યા છે : નકલી જજ વિરૂદ્ધ નોંધાઇ વધુ એક ફરિયાદ

copy image

copy image

અમદાવાદમાથી ઝડપાયેલા નકલી જજના એક બાદ એક કાળા કારનામાંઓના ભાંડા ફૂટી રહ્યા છે. આરોપી સામે હાઇકોર્ટની અવમાનના, નકલી જજ બનીને અજ્ઞાની લોકો પાસેથી નાણાં પડાવવા, સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં નકલી વકીલ બનીને કામ કરવું વગેરે જેવા ગંભીર આરોપ લાગી ચૂક્યા છે ત્યારે વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, નકલી જજ મોરીસ ક્રિશ્ચિયન વિરૂદ્ધ વધુ એક ફરિયાદ અમદાવાદના કારંજ પોલીસ સ્ટેશનમાં નોંધાયા હોવાનું સામે આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે, અમદાવાદ મહાનગરપાલિકાની જમીન પચાવી પાડવા માટે ખોટી રીતે આરબીટ્રેશન પ્રક્રિયા કરી હોવાનો આરોપ મોરીસ ક્રિશ્ચિયન પર છે. વર્ષ 2018માં નકલી જજ મોરીસ ક્રિશ્ચિયનેદસ્તાવેજો ધ્યાને લીધા વગર જ દસક્રોઇના શાહવાડીની જમીનનો એવોર્ડ પસાર કરી દીધો હતો. વધુમાં સૂત્રો જણાવી રહ્યા છે કે, ખોટા દસ્તાવેજો બનાવીગુનાહિત સિન્ડીકેટ રચી ઓર્ગેનાઇઝ ક્રાઇમ મુજબનો ગુનો આચારતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે.