અંજાર ખાતે આવેલ વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાંથી 89 હજારના વાઈપ્સની ચોરી કરનારા બે શખ્સને પોલીસના હવાલે કરાયા

copy image

copy image

 અંજાર ખાતે આવેલ વરસામેડી સ્થિત વેલસ્પન કંપનીમાંથી રૂા. 89,868ના વાઈપ્સની ચોરી કરનારા બે શખ્સને સુરક્ષા ગેટ પર પકડી લઈ પોલીસના હવાલે કરી દેવામાં આવેલ છે. આ મામલે સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અંજારના વરસામેડીની વેલસ્પન કંપનીમાં ફાયર સ્ટેશન મટીરિયલ ગેટ પર સુરક્ષાકર્મીઓ આવતાં જતાં વાહનોની તપાસ કરી રહ્યા હતા તે દરમ્યાન છોટા હાથી છકડો કંપની બહાર જતાં તેને રોકાવી તપાસ હાથ ધરવામાં આવેલ હતી જેમાં તે છકડાના ચાલક પાસે ગેટપાસ, બિલ લઈ તપાસ કરાતાં આઉટવર્ડ મટીરિયલ બિલમાં 38 બોક્સ લખેલાં હતાં, જ્યારે આ છકડામાંથી 54 બોક્સ મળતાં 16 બોક્સ અંગે પૂછપરછ કરાતાં કોઈ પુરાવા મળ્યા ન હતા. ઉપરાંત પાછળથી એક કાર  આવતાં તેની તપાસ કરાતાં અંદરથી નાનાં-મોટાં છ બોક્સ મળી આવ્યાં હતાં, જે અંગે ગેટપાસ કે કોઈ બિલ જેવા પુરાવા મળ્યા ન હતા. જેથી આ બંને વાહનના ચાલકોને સુરક્ષાકર્મીએ પકડી અને પોલીસના હવાલે કર્યા હતા. કંપનીના વેરહાઉસમાં ઘૂસી કુલ રૂા. 89,868ના 619 પેકેટ વાઈપ્સની ચોરી કરનારા આરોપી શખ્સોને પોલીસના હવાલે કરી તેમના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવવામાં આવેલ છે. પોલીસે આ મામલે આરોપી શખ્સો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.