પાનોલી પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચ

પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જીલ્લા ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક ડૉ.કુશલ ઓઝાનાઓ દ્વારા ભરૂચ જિલ્લામાં નાસતા-ફરતા તથા વોન્ટેડ તથા પેરોલ જમ્પના આરોપીઓને ઝડપી પાડવા અસરકારક અને પરીણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે, ભરૂચ એલ.સી.બી.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.પી.વાળાનાઓએ એલ.સી.બી.ના અધિકારીઓને ભરૂચ જીલ્લાના તમામ પો.સ્ટે.માં અલગ-અલગ ગુનાઓમાં નાસતા-ફરતા તેમજ બહારના જિલ્લામાં નાસતા-ફરતા આરોપીઓની માહીતી એકત્ર કરી આરોપીઓ શોધી કાઢી જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપેલ હતું.જેના આધારે પો.સ.ઇ.એમ એમ રાઠોડ એલ.સી.બી. ભરૂચની ટીમ પાનોલી પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમય દરમ્યાન બાતમીદારથી ખાનગી બાતમી મળેલ કે, “પાનોલી પોલીસ સ્ટેશને બી.એન એસ. ૨૦૨૩ ની કલમ મુજબના ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી નુરાઆલમ બદરૂદીન શોકતઅલી મનીહાર, હાલ રહે. અંશાર માર્કેટ ભડકોદ્રા, તા.અંકલેશ્વર જી.ભરૂચ નાનો બાકરોલ બ્રીજ પાસે હાજર છે જેને શરીરે લાલ કલરની ટી-શર્ટ તથા કમરે બ્લુ કલરનું જીન્સ પેન્ટ પહેરેલ છે” જેવી બાતમીના આધારે પાનોલી પો.સ્ટે. ના કંપનીમાં ઘરફોડ ચોરીમાં આશરે ત્રણેક મહીનાથી વોન્ટેડ આરોપી નુરાઆલમ બદરૂદીન શોકતઅલી મનીહાર, હાલ રહે. અંશાર માર્કેટ ભડકોદ્રા, તા.અંકલેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. દુર્જનપુરધાત થાણા તરબગંઝ, તા.નવાબહઝ, જી.ગોંડા (યુ.પી) નાને પકડી લઈ બી.એન.એસ.એસ. એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે પાનોલી પો.સ્ટે ખાતે સોંપવામાં આવેલ છે

પકડાયેલ આરોપી

નુરાઆલમ બદરૂદીન શોકતઅલી મનીહાર, હાલ રહે. અંશાર માર્કેટ, ભડકોદ્રા, તા.અંક્લેશ્વર, જી.ભરૂચ. મુળ રહે. દુર્જનપુરઘાત થાણા તરબગેઝ, તા.નવાબહઝ, જી.ગોંડા. (યુ.પી)

રિપોર્ટર:- કેતન મહેતા, ભરૂચ