નખત્રાણા ખાતે આવેલ નવા રસલિયાની વાડીમાં થ્રેસર મશીન વીજ તારમાં શોક લગતા 45 વર્ષીય મહિલાનું મોત

dead body.0

copy image

copy image

નખત્રાણા ખાતે આવેલ નવા રસલિયાની વાડીમાં થ્રેસર મશીન વીજ તારના કારણે  45 વર્ષીય મહિલા હાજરાબાઇ અબ્દુલ કુંભારનું વીજશોકથી મોત નીપજ્યું હતું.આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ  નખત્રાણામાં આવેલ નવા રસલિયામાં કિરણભાઇ કિશોરભાઇ બવાણીની વાડીએ ગત દિવસે બપોરના સમયે ટ્રેક્ટર અને થ્રેસર મશીન વડે મગફળી પર કામગીરી ચાલી રહી હતી. જાણવા મળી રહ્યું છે કે,આ થ્રેસર મશીન પી.જી.વી.સી.એલ.ની જીવતી વીજ લાઇન નીચેથી પસાર થતાં થ્રેસર મશીન વાયરને અડતાં નવા રસલિયાનાં 45 વર્ષીય મહિલા હાજરાબાઇ અબ્દુલ કુંભારને વીજળીનો જોરદાર શોક લાગ્યો હતો. બાદમાં તાત્કાલિક આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવતા ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા.નખત્રાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ આદરી છે.