પાકિસ્તાન મરીને ગુજરાતના દરિયા નજીક ભારતીય ફિશિંગ બોટ પર કર્યું ફાયરિંગ : ઇન્ડિયન કોસ્ટગાર્ડે માછીમારોનો કર્યો આબાદ બચાવ

copy image

copy image

સૂત્રો જણાવી રહ્યા છે કે, પાકિસ્તાન મરીને ગુજરાતના દરિયા નજીક ભારતીય ફિશિંગ બોટ પર ફાયરિંગ કરી દીધું હતું. જાણવા મળી રહ્યું છે કે, આ આક્રમણમાં  ઓખાની બોટ ડૂબી ગઇ હતી. જ્યારે ભારતીય કોસ્ટગાર્ડે માછીમારોને બચાવી લીધા હતા. મોડી રાત્રે પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતના દરિયા કિનારા નજીક ફિશિંગ કરી રહેલી બોટપર ફાયરિંગ કરી દેવામાં આવેલ હતું.  આ દરમ્યાન ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા માછીમારોને સહી સલામત બચાવી લેવામાં આવ્યા હતા. આ મામલે વધુમાં પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગત દિવસે એટલે કે રવિવારે અરબી સમુદ્રમાં IMBL નજીક આ ફાયરિંગની આ ઘટના બની હતી. જેમાં ભારતીય માછીમારોની બોટ પર પાકિસ્તાન મરીન દ્વારા ફાયરિંગ કરાઈ હતી. આ  ફાયરિંગ થતાં જ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ તુરંત ઘટનાસ્થળે પહોંચી અને માછીમારોને બચાવી લેવામાં આવેલ