કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે

copy image

copy image

 

 સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્રિય સામાજિક ન્યાય અને સશક્તિકરણ રાજ્યમંત્રીશ્રી રામદાસ આઠવલે કચ્છ જિલ્લાની મુલાકાતે આવ્યા હતા. જાણવા મળી રહ્યું છે કે, કચ્છના ગાંધીધામ ખાતે કચ્છ જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મદદનીશ કલેક્ટરશ્રી સુનિલ, પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદ, સમાજ સુરક્ષા અધિકારીશ્રી એન.એસ. ચૌહાણ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી દ્વારા બેઠક યોજવામાં આવેલ હતી. જિલ્લા કલેક્ટર શ્રી અમિત અરોરા દ્વારા કચ્છ જિલ્લા અંગેની પ્રાથમિક વિગતો કેન્દ્રિય રાજ્યમંત્રી શ્રી રામદાસ આઠવલેને આપવામાં આવેલ હતી.  ભૂકંપ બાદ કચ્છ જિલ્લામાં ઉદ્યોગોનું આગમન અને નર્મદાના અવતરણથી આવેલા પરિવર્તનની માહિતી જિલ્લા કલેકટરશ્રીએ આપવામાં આવેલ હતી.

કચ્છ જિલ્લામાં સમાજ કલ્યાણની અમલી વિવિધ યોજનાઓ અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીને નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણશ્રી રોહિત વિનોદે અવગત કરાવ્યા હતા. અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે ઓછા વ્યાજદરે આર્થિક સહાય, સમાજ કલ્યાણની હોસ્ટેલ સુવિધા, કસ્તુરબા ગાંધી વિદ્યાલયો, આંતરજ્ઞાતિય લગ્ન સહાય અંગે જાણકારી મેળવીને કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી દ્વારા સમાજ કલ્યાણ વિભાગ કચ્છની કામગીરી બિરદાવવામાં આવેલ હતી.  દિવ્યાંગ અને વૃદ્ધોને સમાજ કલ્યાણની યોજનાઓ અંતર્ગત આવરી લઈને મહત્તમ લાભ આપી તેમના જીવનમાં પરિવર્તન લાવવા કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી દ્વારા  સૂચના આપવામાં આવલે હતી.

વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ કચ્છમાં એટ્રોસિટી એક્ટના અમલીકરણ બાબતે પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી દ્વારા પોલીસની કામગીરી અંગે કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીને માહિતીગાર કરાયા હતા. બેઠકના અંતે કચ્છ જિલ્લામાં અનુસૂચિત જાતિ કલ્યાણ માટેના વિવિધ મુદ્દાઓની રજૂઆત ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ કરી હતી. કેન્દ્ર અને રાજ્યની અનુસૂચિત જાતિની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો પાત્રતા ધરાવતા નાગરિકોને લાભ લેવા કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કરેલ હતો.