અંજાર ટાઉનમાં આવેલ ગંગાનાકા પાસે આવેલ કક૨વા કોમ્પ્લેક્ષની બાજુ માંથી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ
શ્રી ચિરાગ કોરડીયા સાહેબ મહે.પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ-કચ્છ ગાંધીધામ તથા શ્રી એમ.પી.ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ નાઓની સૂચના આધારે અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિ/જુગારની બદિ નેસ્ત નાબુદ કરવા જરૂરી સુચના આપેલ જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ.આર.ગોહીલ અંજાર પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફના માણસોને પ્રોહિ/જુગારના વધુમા વધુ ડેશો શોધી કાઢવા સુચના આપેલ હોઈ અને અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસોને પેટ્રોલીંગ દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે ઇબ્રાહીમ ઇસ્માઈલ શેખ રહે.હેમલાઈ ફળીયુ અંજાર તથા નરેશ ઉર્ફે નરૂ સીંધી રહે.આદીપુર તા.ગાંધીધામ વાળા બહારથી માણસો બોલાવી ગંગાનાડા પાસે આવેલ કરવા કોમ્પ્લેક્ષની પાછળ ખુલ્લામાં જાહેરમાં રૂપીયાની હાર-જીતનો ધાણી-પાસા વડે જુગાર રમી રમાડે છે તેવી હકીકત આધારે સ્ટાફના માણસો સાથે હકિકત વાળી જગ્યાએ રેઈડ કરી નીચે જણાવેલ મુદ્દામાલ સાથે મળી આવેલ આરોપીઓ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક૨વામાં આવેલ છે.
ગુનાની વિગત:-
અંજાર પોલસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૪૧૪૧૧/૨૦૨૪ જુગારધારા કલમ-૧૨
મુજબ
પકડાયેલ આરોપી :-
(૧)૨ણછોડ ઉર્ફે પપ્પુ પ્રેમજીભાઈ પ્રજાપતિ ઉ.વ.૩૭ રહે.શાંતિ સોસાયટી ભારતનગ૨
(૨) જાકીર હુશેન મામદશા શેખ ઉ.વ.૨૪ રહે.હેમલાઈ ફળીયુ અંજાર
(3) સરીફ હુશેન ઇસ્માઈલશા શેખ ઉ.વ.૨૩ રહે.શેખટીંબો અંજાર
(૪)કૌશલ જગદીશ સોરઠીયા ઉ.વ.૩૫ રહે.શીવ સાગ૨ ભીંડભંજન મંદીર અંજાર
પકડવાના બાકી આરોપી :-
(૫)ઈબ્રાહીમશા ઈસ્માઈલ શેખ રહે.હેમલાય ફળીયુ અંજાર તથા
(૬)નરેશ ઉર્ફે નરૂ સીંધી રહે.આદીપુર તા.ગાંધીધામ
(૭) કેશો ઉર્ફે મામો સીંધી રહે.આદીપુર તા.ગાંધીધામ તથા
(૮) અબ્દુલ રજાક મોરે રહે.કુંભાર ફળીયુ અંજાર
કબ્જે કરેલ મુદ્દામાલ :-
(૧) રોકડા રૂ. ૭૮, ૦૦૦/-
(૨) ધાણી પાસા નંગ-૦૨ કિ.રૂ.૦૦/-
આ કામગીરી અંજાર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી
એ.આર.ગોહીલ તથા પોલીસ સબ ઇન્સ શ્રી જે.એસ.ચુડાસમા તથા અંજાર પોલીસ સ્ટાફના માણસોએ કરેલ છે.