જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણીની ૧૨૩ મી જન્મજયંતી એ શ્રદ્ધાંજલિ અપાઈ

જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ ક્રાંતિ પ્રસાદ ભાઈ અંતાણીની જન્મજયંતિ એ આજે ભુજ ખાતે જિલ્લા પંચાયતના પ્રાંગણમાં આવેલી સ્વ ની પ્રતિમાને જિલ્લા પંચાયત તેમજ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી વિવિધ સંસ્થા ઓ દ્વારા શ્રદ્ધાંજલિ બાદ વિવિધ સેવા કાર્યો શહેરમાં કરવામાં આવ્યા હતા. આ તકે કપડાઓનો વિતરણ બાળકોને અલ્પાહાર કરાવવામાં આવ્યો હતો તેમજ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણી ની જન્મજ્યંતિ યોજાયેલા કાર્યક્રમમાં ધારાશાસ્ત્રી અને પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે, અને સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક ભાઈ અંતાણી, ડો મિહિર વોરા વગેરે એ વંદના કરી હતી જિલ્લા પંચાયતના યોજેલા કાર્યક્રમમાં શંકરભાઈ સચદે એ આ પ્રસંગે ઉદબોધન કરી અને સ્વ કાંતિપ્રસાદ અંતાણી જીવનમાંથી પ્રેરણા લેવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમનો સંચાલન દર્શક ભાઈ અંતાણીએ કર્યું હતું દરમિયાન
સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણીને જન્મ જયંતી એ સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા વંદના કાર્યક્રમમાં સત્યમ સંસ્થા ના અધ્યક્ષ દર્શક અંતાણી, નરેન્દ્ર ભાઈ સ્વાદિયા,તેમજ , જાણીતા ધારાશાસ્ત્રી અને ભુજ શહેરના પૂર્વ નગરપતિ શંકરભાઈ સચદે,તેમજ મિહિરભાઈ વોરા,તેમજ રામુબેન પટેલ,અબ્દુલ ગફુર શેખ,તેમજ અન્યો સાથે જિલ્લા પંચાયત દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા, વિરમભાઈ ગઢવી સાહેબ, ચૌધરી સાહેબ, વિજયાબેન પ્રજાપતિ, હેપી વાલા સાહેબ, આર.ડી.પટેલ સાહેબ, સિંધી સાહેબ, નયનસિંહ જાડેજા, ઉમેશ ભાઈ રૂધાણી સાહેબ,શ્રી સામંતભાઇ વસરા,
તેમજ ધ્રુતિ એચ મહેતા હેડ ક્લાર્ક શિક્ષણ શાખા, તેમજ રીના બેન પટેલ સી ક્લાર્ક,તેમજ નારણ ગઢવી સી ક્લાર્ક,વી એસ બિહોલા સી ક્લાર્ક,તેમજ ઊર્મિ વોરા સી ક્લાર્ક,તેમજ કોમલ ચૌધરી જુ ક્લાર્ક, તેમજ જિલ્લા પંચાતના તમામ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ જિલ્લા પંચાતના તમામ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહ્યા હતા
દરમિયાન કાંતિપ્રસાદભાઈ અંતાણી ની જન્મજ્યંતિ એ બાળકોને અલ્પાહાર જાણીતા ધારશાસ્ત્રી શંકરભાઈ સચદે ના સહયોગથી કરવામાં આવ્યો હતો. દરમિયાન હાટકેશ સેવા મંડળ અને જિલ્લા હોમગાર્ડ માજી કર્મચારીઓ દ્વારા યોજાયેલા વંદનાના કાર્યક્રમમાં હાટકેશ સેવા મંડળના પણ વંદના કરી હતી,
દરમિયાન આ પ્રસંગે જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સચદે એ જણાવ્યું હતું કે કાંતિપ્રસાદભાઈ અંતાણી એક ગાંધીવાદી નિષ્ઠાવાન લોક સેવક હતા તેઓ તે સમયમાં ગાડામાં બેસીને ગામડાઓમાં જઈને નાગરિકોના પ્રશ્નો ઉકેલ્યા હતા તેમણે કાંતિપ્રસાદભાઈ અંતાણીના જીવનમાંથી પ્રેરણા લેવા જણાવ્યું હતું. દરમિયાન આજના આ પ્રસંગે સ્વ કાંતિપ્રસાદભાઈ અંતાણી પરિવાર વતી ડો મિહિર વોરા પણ ઉપસ્થિત રહ્યા હતા