હળવદની જૂની મામલતદાર કચેરી સામેથી મોટર સાઈકલની તસ્કરી થતાં ફરિયાદ
copy image

હળવદની જૂની મામલતદાર કચેરી સામેથી મોટર સાઈકલની તસ્કરી થતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ આ બનાવ અંગે હળવદના રાયધ્રા ગામે રહેતા આનંદભાઈ નાથાલાલ સોણોજીયા દ્વારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. નોંધાવેલ ફરિયાદ મુજબ ફરિયાદીની મોટર સાઈકલની હળવદની જૂની મામલતદાર કચેરી સામેથી કોઈ અજાણ્યો ચોર ઈશમ તસ્કરી કરી લઈ ગયેલ છે. આ મામલે પોલીસે અજાણ્યા આરોપી શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.